Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

રાત્રીના સુમારે આણંદમાંથી પોલીસે બાતમીના આધારે 5550નો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

આણંદ: શહેર પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે સાત ઓરડી પાસે આવેલા એક ટેનામેન્ટમાં છાપો મારીને ૫૫૦૦ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જો કે બુટલેગર ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેના વિરૂધ્ધ પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.  પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે શહેરમાં પેટ્રોલીંગ કરી રહેલી પોલીસને હકિકત મળી હતી કે, સાત ઓરડી પાસે આવેલા પ્રયાગ ટેનામેન્ટમાં રહેતો જીગ્નેશભાઈ કાંતિભાઈ પાટણવાડીયા વિદેશી દારૂનો ધંધો કરે છે અને થેલામાં વિદેશી દારૂની બોટલો લઈને સાત ઓરડીએ ડિલીવરી આપવા માટે આવનાર છે જેથી પોલીસ ટીમ ત્યાં વોચમાં ગોઠવાઈ ગઈ હતી.

 

દરમ્યાન જીગ્નેશકુમાર થેલો લઈને આવતાં પોલીસ સતર્ક બની હતી એ સાથે જ પોલીસ હોવાનું જાણી ગયેલો જીગ્નેશ ઉર્ફે જીગો થેલાને ત્યાં જ મુકીને અંધારામાં ફરાર થઈ ગયો હતો. પોલીસે થેલાની તપાસ કરતાં અંદરથી બ્લેન્ડેડ સ્પ્રાઈડની ૪ બોટલો તથા વોડકાની ૭ બોટલો મળી આવી હતી જેની કિંમત ૫૫૦૦ રૂપિયા જેટલી થવા જાય છે.

(6:23 pm IST)