Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

બોરસદ તાલુકાના ડાલી ચોકડી નજીક મોબાઈલ શોપમાં ગેરકાયદે કોપીરાઈટ કરતા એક શખ્સની ધરપકડ

બોરસદ: તાલુકાના ડાલી ચોકડી પાસે આવેલી એક મોબાઈલ શોપમાં ટી સીરીઝની કંપનીની હક્કોવાળી ફિલ્મોના ઓડીઓનું ગેરકાદેસર રીતે મેમરી કાર્ડમાં ડાઉનલોડીંગ કરતા એક શખ્સને ઝડપી પાડીને કુલ ૫૧૧૦નો મુદ્દામાલ જપ્ત કરીને કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.  પ્રાપ્ત વિગતો અનુસાર ટી સીરીઝ કંપનીના અધિકારી ચિરાગભાઈ પટેલને માહિતી મળી હતી કે, ડાલી ચોકડી પાસે આવેલી હરિઓમ મોબાઈલ શોપમાં ટી સીરીઝ કંપનીની હક્કોવાળી ફિલ્મોના ગીતોનું ઓડીયોનું ગેરકાયદેસર રીતે મેમરી કાર્ડમા ડાઉન લોડીંગ કરી આપવામાં આવે છે જેથી વીરસદ પોલીસને સાથે રાખીને છાપો મારતાં કિરણભાઈ લ-મણભાઈ પરમાર મળી આવ્યા હતા. તપાસ કરતાં એક સીપીયું એક કાર્ડ રીડર તેમજ એક મેમરી કાર્ડ મળી આવતાં તે જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

 

(6:23 pm IST)