Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

અમદાવાદ-વડોદરા હાઇવે પર સર્જાયેલ અકસ્માતમાં 6 ઈજાગ્રસ્ત

ખેડા: જિલ્લામાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર, સાવલી બંગલો વાંઠવાળી તેમજ હલધરવાસ નજીક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં છ જણાને ઈજા થઈ હતી. આ અકસ્માત અંગે જે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.  પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ મહારાષ્ટ્રના ધુળીયામાં રહેતા અશોકભાઈ નારાયણભાઈ શર્મા ગત તા. ૨૪-૪-૧૮ની વહેલી સવારે ટ્રક નં. એમએચ-૧૮-એએ-૬૬૫૧ હંકારી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતા હતા. ત્યારે ચાર વાગ્યાના સુમારે ચકલાસી બ્રીજ નજીક ટ્રક પલટી ખાઈ હતી. જેથી ટ્રક ચાલકને ઈજા થઈ હતી. આ બનાવ અંગે અશોક નારાયણભાઈ શર્માની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.  અકસ્માતનો બીજો બનાવ કપડવંજ-ડાકોર રોડ ઉપર સર્જાયો હતો. જેમાં કપડવંજ તાલુકાના કોસમમાં રહેતા કેતનભાઈ કાંતીભાઈ પરમાર ગત તા. ૨૨-૪-૧૮ના રોજ ટ્રેક્ટર નં. જીજે-૭-ડીએ-૫૪૦૬ લઈને કપડવંજ ડાકોર રોડ પરથી પસાર થતા હતા. ત્યારે સાવલી બંગલા નજીક પાછળથી પૂરપાટ ઝડપે આવેલ આઈશર ટ્રક નં. જીજે-૧૮-એક્સ-૮૧૭૦ ધડાકાભેર ટ્રેક્ટરની ટ્રોલી નં. જીજે-૭-વાયઝેડ-૧૦૮ પાછળ અથડાઈ હતી. જેથી ટ્રેક્ટરના પંખા ઉપર બેઠેલ ઈસમ નીચે પડી જતા ઈજા થઈ હતી. આ બનાવ અંગે કેતન કાંતીભાઈ પરમારની ફરિયાદ આધારે કપડવંજ રૂરલ પોલીસે આઈશર ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના ત્રીજા બનાવની વિગત એવી છે કે કાંકરેજમાં રહેતા પ્રમોદભાઈ કિર્તીભાઈ ગોકાણી ગત તા. ૨૪-૪-૧૮ની રાત્રે લક્ઝરી બસ નં જીજે-૧૪-એક્સ-૩૬૦૦ હંકારી એક્સપ્રેસ હાઈવે ઉપરથી જઈ રહ્યા હતા. આ દરમિયાન રાત્રીના ત્રણેક વાગે લક્ઝરી બસ રોડની સાઈડમાં ઉભી રાખી હતી. ત્યારે પૂરપાટ ઝડપે આવેલ ટ્રેલર નં આરજે-૧૯-જીએચ-૭૨૪૮ લક્ઝરી બસ પાછળ અથડાતાં લક્ઝરી બસમાં બેઠેલા મુસાફરોને ઈજા થઈ હતી. આ ઉપરાંત મહેમદાવાદ તાલુકાના હલધરવાસ બજારમાંથી ગત તા. ૨૫-૪-૧૮ના રોજ કિરીટભાઈ કાળાભાઈ ડાભી (રે. છીપીઆલ) ચાલતા જતા હતા ત્યારે પૂરઝડપે પસાર થતી એસટી બસ નં જીજે-૧૮-વાય-૪૧૯૮એ ટક્કર મારતાં કિરીટભાઈને ઈજા થઈ હતી.

(6:21 pm IST)