Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

અમદાવાદમાં જાહેર મિલ્કત ઉપર પોસ્ટર અથવા બેનર લગાડાતા પોલીસ ફરિયાદ કરાઇ

અમદાવાદઃ અમદાવાદ કોર્પોરેશન દ્વારા જાહેર મિલ્‍કતોમાં નુકસાન અંગે ૨૧ જેટલી પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને જાહેર મિલ્‍કતોને નુકસાન કરનાર સામે આકરા પગલા કોર્પોરેશન તંત્ર દ્વારા ભરવામાં આવશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા પશ્ચિમ ઝોનમાં વતી દસથી વધુ માલ-મિલકત પર પોસ્ટર લગાડવા બદલ તેઅોની સામે વસ્ત્રાપુર અને સોલા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવામાં અાવ્યા છે, જેના અાધારે પોલીસે રોપીવિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે.

તાજેતરમાં દલિત આંદોલનને લઈ બંધનું એલાન પવામાં વ્યું હતું. બંધ દરમ્યાન અનેક જાહેર માલ-મિલકતને નુકસાન પહોંચ્યું હતું. બંધ અગાઉ એસ.જી. હાઈવે પર વેલા ઝાયડસ ચાર રસ્તા પાસેના પે એન્ડ યુઝ પર હવે બંધ તેવું લખાણ લખવામાં વ્યું હતું. ઉપરાંત અન્ય કેટલીક જગ્યાઓઅે પણ લખાણ લખવામાં અાવ્યાં હતાં.

પેન્ડ યુઝ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોઈ નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા અા અંગે અજાણી વ્યક્તિ વિરુદ્ધ સાર્વજનિક મિલકતોને નુકસાન અટકાવવાના અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો હતો.

હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર માલ મિલકતોને નુકસાન પહોંચાડે તેવા લોકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાઇ છે. નવા પશ્ચિમ ઝોનમાં અાવતા વસ્ત્રાપુર, સતાધાર, માનસી સર્કલ, પકવાન સર્કલ સહિતની જગ્યાઅો જે મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેર મિલકત છે તેના પર પોસ્ટર લગાડનાર, બેનર લગાડનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરતાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

માનસી સર્કલથી વસ્ત્રાપુર તળાવ સુધી અને પકવાન ચાર રસ્તા પર અાવેલી ઇલેકટ્રિક કેબિન છે તેના પર પીજી હોસ્ટેલના પોસ્ટર ચોંટાડેલા હોઈ તેની વિરુદ્ધમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં વ્યો છે. વી પીજી હોસ્ટેલ, સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થા વગેરેનાં પોસ્ટર ચોંટાડનાર લોકો વિરુદ્ધમાં ગુનો નોંધવામાં વ્યો છે.

મ્યુનિસિપલ સત્તાધીશોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ૨૧ જેટલી પોલીસ ફરિયાદ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. વસ્ત્રાપુરમાં નવ અને સોલા પોલીસ સ્ટેશનમાં દસ જેટલી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

(5:53 pm IST)