Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

બીટકોઈન પ્રકરણઃ સીઆઈડી ક્રાઈમની ચાર ટુકડીઓ દ્વારા અમરેલી અને ધારી પંથકમાં સર્ચ ઓપરેશન

અમરેલીઃ કરોડો રૂપિયાના બીટકોઈન પ્રકરણમાં એસપી જગદીશ પટેલની ધરપકડ થયા બાદ ગઈકાલ સાંજથી ધારી અને અમરેલી પંથકમાં સીઆઈડી ટીમની ચાર ટુકડીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. ફાર્મ હાઉસ અને જુદી જુદી જગ્યાઓ ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે. એક રાજકીય અગ્રણીની પણ શોધખોળ શરૂ કરાઈ હોવાનું ચર્ચાય રહ્યુ છેઃ દરમિયાન પૂર્વ ધારાસભ્ય નલીનભાઈ કોટડીયાનો સંપર્ક કરવા પ્રયાસ કરવા છતા તેઓનો કોઈ સંપર્ક થઈ શકતો નથી. પોલીસ તેને પણ શોધી રહ્યાની ભારે ચર્ચા છે

(4:18 pm IST)