Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

...આસાન નહોતો આસારામને પકડવો

શાહજહાપુર,તા.,૨૭ :  દુષ્કર્મનો કેસ દાખલ થયા બાદ અંદાજે દસ દિવસ પછી જ આસારામને પકડી લેવાયો હતો...જયારે દબોચવા પોલીસ ટીમ પહોંચી ત્યારે ઇન્દોર ખાતે આશ્રમ પાસે ભીડ  જોઇ ચોંકી ગઇ હતી, પણ અંતે સફળતા મળતા જ સૌએ રાહતનો દમ લીધો હતો.

આ અંગે જોધપુર ખાતે પશ્વિમ મહિલા પોલીસ સ્ટેશનમાં એસએચઓ તરીકે ફરજ બજાવી ચુકેલા મુકતા પારિખે જણાવ્યુ હતંુ કે,  પિડીતાના પિતા ઘણા ઉદાસ હતા.કહેતા હતા કે, કોઇને ઓળખતા નથી, કોણ એની વાત સાંભળશે?, કેવી રીતે ન્યાય મળશે?...પણ જેમ-જેમ તપાસ આગળ ધપતી ગઇ એમ-એમ વિશ્વાસ બેસવા લાગ્યો કે, હવે ન્યાય જરૂર મળશે.

દરમિયાન મુકતા  પારિખનું કહેવું છે કે, આસારામના આભામંડળ અને  એના ભકતોની ભીડ જોઇને પહેલા નહોતુ લાગતું કે,  આસારામને પકડી શકાશે, પણ વ્યુહરચના ગોઠવી આગળ વધ્યા'ને આસારામને દબોચ્યા બાદ ચુપચાપ રીતે નિકળી ગયા હતા.

તો, વળી મુકતા પારિખનું એમ પણ કહેવું છે કે, ભોગ બનનારને પિડીતા કહેવી યોગ્ય નથી.તેણી ખરેખર વિરાંગના છે.(૪.૨૦)

(4:17 pm IST)