Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

બિટકોઇન કૌભાંડઃ જગદીશ પટેલના કમાન્ડો અને પીએસઆઇના ઘરે સીઆઇડીના દરોડા

CBIના ઓફિસર નાયરની મેઘાલય બદલી

અમદાવાદ તા. ૨૭ : સુરતના બિલ્ડર શૈલેશ ભટ્ટ અને તેમના ભાગીદાર કિરીટ પાલડિયાનું અપહરણ કરીને ૧ર કરોડનાં બિટકોઇન પડાવી લેવાના ચકચારી કેસમાં અમરેલીના એસપી જગદીશ પટેલની ધરપકડ બાદ હવે સીઆઇડીએ તેમના કમાન્ડો અને પીએસઆઇના ઘરે મોડી રાતે દરોડા પાડ્યા છે.

જગદીશ પટેલના દસ્તાવેજો અને રૂપિયા ભરેલી બેગ શોધવા માટે સીઆઇડીએ બે ઠેકાણે વહેલી પરોઢ સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તો બીજી તરફ આ કેસમાં સંડોવાયેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને પકડવા માટે પણ સીઆઇડીએ ચક્ર ગતિમાન કર્યાં છે.

સીઆઇડીએ કેસમાં ઝીણવટભરી તપાસ કર્યા બાદ પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઇ ડેર, વિજય વાઢેરની ધરપકડ કરી હતી ત્યારબાદ પીઆઇ અનંત પટેલની ધરપકડ કરી હતી. અનંત પટેલે અપહરણનો આખો કાંડ અમરેલીના ડીએસપી જગદીશ પટેલના કહેવાથી કર્યો હોવાની કબૂલાત કરતાં સીઆઇડી ક્રાઇમે જગદીશ પટેલની ધરપકડ કરી છે. જ્યારે સીબીઆઇના ઓફિસરની ગુજરાતમાંથી મેઘાલય ખાતે બદલી થયાનું જાણવા મળે છે.(૨૧.૩૦)

(4:16 pm IST)