Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

૪ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય-હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા ફટકારતી અદાલત

ભરૂચની પોસ્કો કોર્ટે બે વર્ષ પૂર્વે જંબુસરના પીલુદ્રા ગામે બનેલી ઘટનામાં સરકારી વકીલની દલીલો માન્ય રાખી

ભરૂચ, તા. ૨૭ :. ભરૂચના પીલુદ્રા ગામે ૪ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનુ કૃત્ય કરી હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

ભરૂચ જિલ્લાના જંબુસર ખાતેના પીલુદ્રા ગામે ચાર વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધ દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારનાર આરોપીને દેહાંત દંડ (ફાંસી)ની સજાનો હુકમ ભરૂચ પોકસો કોર્ટે વર્ષ ૨૦૧૬માં જંબુસર તાલુકાના પીલુદ્રા ગામે રહેતા આરોપી શંભુ રાયસંગભાઈ પઢીયારે ચાર વર્ષના બાળક પોતાના ઘર પાસે રમતો હતો ત્યાંથી તેને આઈસ્ક્રીમ ખવડાવવાના બહાને ગામ તળાવ પાસે બાવળની ઝાડીઓમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધ દુષ્કર્મ આચરી ગળુ દબાવી ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી.

જે બનાવ બાબતની ફરીયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા વેડચ પોલીસે આરોપી વિરૂદ્ધ ઈપીકો કલમ ૩૦૨ તથા બાળકોને જાતિય સતામણીથી રક્ષણ આપતા કાયદાની કલમ ૪ અને ૬ મુજબનો ગુનો નોંધી આરોપી વિરૂદ્ધ ચાર્જશીટ તૈયાર કરી કેસ ભરૂચના એડિશનલ સેશન્સ જજ એચ.એ. દવેની કોર્ટમાં ચાલવા માટે આવ્યો હતો. જેમા સરકાર તરફે મદદનીશ જિલ્લા સરકારી વકીલ આર.જે. દેસાઈએ હાજર થઈ મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાને આધારે દલીલો કરી હતી. દલીલો ગ્રાહ્ય રાખવામાં આવતા સ્પેશિયલ પોકસો જજ એચ.એ. દવે દ્વારા રાખવામાં આવતા સ્પેશિયલ પોકસો જજ એચ.એ. દવે દ્વારા આરોપી શંભુ રાયસંગભાઈ પઢીયાર (રહેવાસી પીલુદ્રા જંબુસર)ને તકસીરવાન ઠેરવી ભારતીય દંડ સહિતની કલમ ૩૦૨ હેઠળ દેહાંત દંડ યાને ફાંસીની સજા તથા દંડ સહિતની કલમ ૩૬૪ હેઠળ ૧૦ વર્ષની સજા અને રૂપિયા ૧૦ હજાર દંડ અને દંડના ભરે તો વધુ ૧ માસની કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો

(11:44 am IST)