Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

રાજ્યમાં સૂર્યદેવ હજુયે કોપાયમાન :આકરો ઉનાળો :સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42,3 ડિગ્રી :રાજકોટમાં 42 ડિગ્રી-અમદાવાદ-ઇડર અને અમરેલી-ભુજમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર

અમદાવાદ ;રાજ્યમાં સુર્યદેવ જાણે કોપાયમાન થયા હોય તેમ તાપમાનનો પારો 32 ડિગ્રીને પાર પહોંચ્યો છે આકાર ઉનાળાના કારણે રાજ્યમાં લોકો ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યાં છે. રાજ્યમાં સૌથી વધુ સુરેન્દ્રનગરનું મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદનું મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી નોંધાયું છે. ગુજરાતમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન વડોદરા શહેરમાં નોંધાયું હતું. વડોદરાનું તાપમાન 39.7 ડિગ્રી નોંધાયું હતું.

     પ્રાપ્ત આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં ગરમીનો પારો 42 ડિગ્રીને વટાવી ચૂક્યો છે. આ આંકડો આગળ પણ વધી શકે. ગુજરાતમાં સૌથી વધારે ગરમી સુરેન્દ્રનગરમાં નોંધાઈ હતી. સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યમાં ગરમી વધી શકે છે. આ સાથે રાજ્યમાં કેટલાક શહેરોમાં સરેરાશ તાપમાન 40 ડિગ્રી નોંધાયું હતું.

 

કયા શહેરોમાં કેટલું તાપમાન : 

સુરેન્દ્રનગરનું મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી

રાજકોટનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી

અમદાવાદનું મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી

ઈડરનું મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી

અમરેલી અને ભુજનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી

કંડલા એરપોર્ટનું મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી

વડોદરાનું મહત્તમ તાપમાન 39.7 ડિગ્રી

(9:10 am IST)