Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

અમદાવાદમાં હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકોને ગુલાબ સાથે '' ફ્રી'' માં હેલ્મેટ અપાયું

ટ્રાફિક-પોલીસ અને કોલંબિયા એશિયા હોસ્પિટલ દ્વારા રોડ સેફટી વીકની ઉજવણી

અમદાવાદઃ ટ્રાફિક-પોલીસ અને કોલંબિયા એશિયા હોસ્પિટલ દ્વારા રોડ સેફટી વીકની ઉજવણી કરાઈ હતી રસ્તા પર હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકોને ગુલાબ આપવાની સાથે ફ્રીમાં હેલ્મેટ પણ અપાયું હતું
  મળતી માહિતી મુજબ અમદાવાદમાં રાફિક નિયમોનું પાલન થાય માટે ટ્રાફિક-પોલીસ દ્વારા નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ટ્રાફિક-પોલીસ દ્વારા રોડ સેફ્ટી વીકની ઉજવણી કરવામાં આવી છે. શહેરના એસ.જી. હાઇવે પાસે પકવાન ચાર રસ્તા પર મોટી સંખ્યામાં દ્વિચક્રી વાહનચાલકો, જેઓ હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતા હતા તેમને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા. ટ્રાફિક-પોલીસ દ્વારા કાયદેસરનો મેમો ફાડી તેમની પાસેથી.100 નો દંડ કરી ગુલાબ આપવામાં આવ્યું અને સાથે સાથે ભવિષ્યમાં ફરી હેલ્મેટ વગર વાહન ચલાવે હેતુથી મફતમાં હેલ્મેટ પણ ભેટસ્વરૂપે આપવામાં આવી.

(9:58 pm IST)