Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

આખરે પાકિસ્તાનથી આવીને અમદાવાદના નરોડામાં વસેલા 150 લોકોને ભારતીય નાગરિકત્વ મળી ગયું

અમદાવાદ ;આખરે પાકિસ્તાનથી આવીને અમદાવાદના નરોડા વિસ્તારમાં વસવાટ કરતા આશરે 150 લોકોને ભારતીય નાગરિકત્વ અપાયું છે છેલ્લા ઘણા વર્ષોથી લોકો અમદાવાદના નરોડા વિસ્તારમાં આવીને વસેલા છે.તેઓ ભારતીય નાગરિકતા ઇચ્છી રહ્યા હતા જેનો અંત આવ્યો છે
  અમદાવાદના ટાગોર હોલમાં ઓપન હાઉસ કાર્યક્રમ દ્વારા વિવિધ લોકાર્પણના કાર્યક્રમો યોજાયા. જે અંતર્ગત છેલ્લા 17 વર્ષથી ભારતમાં સીટીજનસીપ માટે જઝુમી રહેલા લોકોને આખરે સીટીજનશીપ આપવામાં આવી. તેમજ બીનખેતીની જમીનની નવી શરતના 1 હજાર જેટલા પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા

    ત્યારે વર્ષો સુધી સીટીજનસીપ માટે જઝુમી રહેલા લોકોના પ્રશ્નોનું લાંબી લડત બાદ આખરે નિરાકરણ આવ્યું છે. પાકિસ્તાનથી આવેલા પીડિતોએ અત્યાર સુધી કલેકટર કચેરીમાં અનેક રજૂઆતો કરી પુરાવાઓ રજૂ કર્યા છતાં, તેઓને નાગરિકતા મળી હતી પરંતું જયારે તેમને ભારતીય નાગરિકત્વ મળ્યું છે, ત્યારે તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે

   લાંબા સમયથી હક્ક માટે હલ્લા બોલ કરનારા નાગરીકોને પતાનો હક્ક મળવાની ખુશીનો પાર રહ્યો નથી. મહત્વની વાતતો છે કે હજુ 150 લોકોને લાભ મળ્યો છે હજુ કેટલાક લોકો કતારમાં છે તેમનો નંબર ક્યારે લાગે છે તે હવે જોવાનું છે.

(10:43 pm IST)