Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

સુરતના અલથાણમાં મેટ્રો મોલની બાજુમાંથી યુવકનો મૃતદેહ મળ્યો :કરંટ લાગતા મોત થયાનું તારણ : ઓળખ મેળવવા તજવીજ

સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા મેટ્રો મોલની બાજુમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈને લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને વધુ તપાસ હાથ ધરી હતી.

   યુવકનું કરંટ લાગતાં મોત થયાનું અનુમાન છે યુવક ડીપી જોવા આવેલ હોય કરંટ લાગતાં મોત થયાનું પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે યુવકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરાઈ છે .

(11:22 pm IST)