News of Thursday, 26th April 2018

ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા :બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ તેલ વેચનારા પર તવાઈ

ડીસા :ડીસામાં એક કરીયાણાની દુકાનદાર જાણીતી તેલ કંપનનીનું બ્રાન્ડનું ડુપ્લીકેટીંગ કરતો હોવાની રજૂઆત ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળત તેની દુકાન ઉપર દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી.

   બનાવની વિગત એવી છે કે, ડીસા શહેરના વિ.જે.પટેલ શાક માર્કેટ સામે આવેલ રામદેવ કરીયાણા સ્ટોર્સમાં હલકી ગુણવત્તાના તેલના ડબ્બા લાવી તેના ઉપર જાણીતી બ્રાન્ડેડ કંપનીના કપાસીયા તેલના સ્ટીકર અને બુચ લગાવી ગ્રાહકો સાથે છેતરપીંડી કરાતી હોવાની રજૂઆત પાલનપુરના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળતા બપોરના સમયે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ડીસા ની રામદેવ કરીયાણા સ્ટોર્સમાં ઓચીંતો દરોડો પાડી તપાસ હાથ ધરી હતી જેમાં દુકાનમાંથી વિવિધ તેલના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા ફૂડ વિભાગ ની કાર્યવાહીથી ડુપ્લીકેટીંગ કરતાં તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

   અત્રે ઉલ્લેખનીય છે કે, ડીસામાં કેટલાક તત્વો રુપિયા કમાવવાની લાહ્યમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં જરા પણ ખચકાંતા નથી ત્યારે અધિકારીઓની પણ મીલીભગત થી વેપલો ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. ત્યારે તંત્ર પણ લોકોના આરોગ્ય ને પણ ધ્યાનમાં રાખીને આવા તત્વો સામે કડક પગલા ભરવા જોઈએ તેવી જન માંગ ઉઠવા પામી છે.

(12:44 am IST)
  • સુરત બીટકોઈન મામલાની તપાસનો પડઘો : CBIના ઈન્સ્પેક્ટર સુનીલ નાયરની નોર્થઈસ્ટમાં રાતોરાત બદલી : નાયર પર થયા હતા આક્ષેપ : CID ક્રાઈમના રિપોર્ટ બાદ નાયરની બદલી : આ પહેલા બીટકોઈન મામલે અનેક પોલીસકર્મિયોની થઈ ચુકી છે ધરપકડ access_time 5:55 pm IST

  • ગાંધીનગર જમીન વિકાસ નિગમ લાંચ મામલો : કે સી પરમારનો નોકરી કરાર 1 વર્ષ માટે રદ કરાયો : અન્ય ત્રણ અધિકારીને સસ્પેન્ડ કરાયાં access_time 5:57 pm IST

  • ર૦૧૯ ની ચૂંટણી માટે પ્રિયંકા ગાંધી મેદાનમાં ઉતરશેઃ મહા ગઠબંધનમાં મહત્વની ભૂમિકા ભજવશે: કોંગ્રેસનો વ્યૂહઃ પ્રિયંકા ગાંધી સપા-બસપાને મનાવશેઃ સલમાન ખુરશીદ પ્રિયંકાના દૂત બન્યાઃ ભાજપના અસંતુષ્ટોને કોંગ્રેસ તરફ વાળવા રણનીતિ access_time 11:28 am IST