Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

નવસારીના છીણમ ગામમાં પતિ ડુંગળી વેચવા ગયો અને પાડોશી લલુ ઠાકોરની નજર બગડીઃ પત્‍ની ઉપર દુષ્‍કર્મનો પ્રયાસઃ તાબે ન થતા મોતને ઘાટ ઉતારી દીધી

નવસારી : નવસારી જીલ્લાના જલ્લાલ પોર તાલુકાના છીણમ ગામમાં પતિની ગેરહાજરીમાં પાડોશી શખ્સે પત્નિ ઉપર નજર બગાડીને તેની ઉપર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જો કે તે તાબે થતા તેને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દેતા સનસનાટી મચી ગઇ છે.

નવસારીના જલાપોર તાલુકાના છીણમ ગામે પતરાવાડ ખાતે રહેતા દંપતીમાંથી પતિ કાંદા વેચવા માટે સુરત ગયા હતા. પત્ની ઘરે એકલી બહાર સુતીહતી. જે જોઈ બાજુના ફળિયામાં રહેતા ઠાકોર લલ્લુ રાઠોડની નજર બગડતા મહિલાનો પગ ખેચી ઘરમાં લઇ જઈ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. 

આ પ્રયાસમાં મહિલા તાબે ન થતા તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો અને પછી ગળે ટુંપો દઈ મહિલાની હત્યા કરી હતી. જે બાજુમાં રહેતા પડોસી જોઈ જતા આરોપી ફરાર થઇ ગયો હતો. પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે. 

(6:58 pm IST)