Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

વડોદરાના નંદેશરી વિસ્તારમા કંપનીનો કર્મચારી 7.77 લાખના ચોરીના રો મટીરીયલ સાથે ઝડપાયો

વડોદરા: વડુ પોલીસે શંકાસ્પદ કેમિકલ પાવડરના જથ્થા સાથે બે શકમંદોને ઝડપી પાડ્યા બાદ આરોપીઓ પૈકીનો એક નંદેશરી કંપનીમાં કોન્ટ્રાકટ હેઠળ કામ કરતો હોય કંપનીના સ્ટોર રૂમમાંથી અલગ અલગ દિવસે રૂ.7.77 લાખ ઉપરાંતની કિંમતનું રો મટીરીયલ ચોરી કરી હોવાની વિગતો સપાટી પર આવતા નંદેશરી પોલીસે આરોપી વિરુદ્ધ નોકરચોરી સહિતની કલમો હેઠળ ગુનો નોધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શહેરના છેવાડે આવેલ નંદેસરી જીઆઇડીસી પ્લોટ નંબર 163 ,164 માં અલીન્દ્રા ફાર્મ કંપની આવેલ છે. જે બોસેન્ટન મોનોહાડ્રેડ, પ્રિગાબલિન તથા ફેનોફાયબ્રેટ જેવા રો મટીરીયલનું ઉત્પાદન કરે છે. રોમ મટીરીયલ સ્ટોર કરવા માટે ફિનિશ ગુડસ સ્ટોર રૂમ છે. અને રો મટીરીયલ ઓર્ડર મુજબ વેચાણ કરવાનું હોય છે. દરમ્યાન કંપનીમાં કોન્ટ્રાકટ હેઠળ કામ કરતો અનિરુદ્ધસિંહ ઉર્ફે ઇલ્યો પ્રવિણસિંહ ગોહિલ (રહે -અનગઢ ગામ) રો મટીરીયલ બોસેન્ટન મોનોહાડ્રેડ પાવડરના 06 કિલો મટીરીયલ સાથે વડુ પોલીસના હાથે ઝડપાયો હતો. તપાસ કરતા કંપનીના સ્ટોર રૂમમાંથી 11.06 કિગ્રા વજન ધરાવતા અને રૂ.7,77,700ની કિંમતનું ઉપરોક્ત મટીરીયલ હોવાનું બહાર આવ્યું હતું. આરોપીએ પોતાની નોકરીના સમયમાં સ્ટોર રૂમમાંથી મટીરીયલની ચોરી કરી હોવાની વિગતો બહાર આવતા કંપનીના મેનેજરએ કર્મચારી વિરુદ્ધ નંદેશરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

(7:01 pm IST)