Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

કોંગેસ વિચારધારાને અનુસરતા દરેકને કાલે "ટ્વિટર ટ્રેન્ડ એલર્ટ"મા જોડાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની હાકલ

કોંગ્રેસ જન કદી સત્યની લડાઈમાં પાછી પાની નહિ કરે અને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ અદા કરશે : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર - વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાનો આક્રોશ

રાજકોટ તા.૨૭

કોંગેસ વિચારધારાને અનુસરતા દરેકને કાલે "ટ્વિટર ટ્રેન્ડ એલર્ટ"મા  જોડાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની હાકલ કરવામાં આવી છે.

 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાની યાદીમાં જણાવ્યું છે કે  "ટ્વિટર ટ્રેન્ડ એલર્ટ"કાલે તા.૨૮ ને મંગળવારે સવારે ૧૧.૦૦ કલાકે યોજાશે.

 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ જણાવ્યું છે કે, દેશમાં અનેક ગોટાળા - અનેક ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે. દેશની સંપત્તિ લૂંટાઈ રહી છે.ધણા ચોર દેશની સંપત્તિ લૂંટીને વિદેશ ભાગી ગયા છે, સરકાર સંસદમાં અદાણી મુદ્દે કોઈજ જવાબ આપવા તૈયાર નથી. ચોર ને ચોર કહેવાથી કાયદા દ્વારા ડરાવવાની પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ જન કદી સત્યની લડાઈમાં પાછી પાની નહિ કરે અને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ અદા કરશે.

 આજ વિષયને અનુલક્ષીને  કાલે મહત્વનો સોશિયલ મીડિયા ટ્રેન્ડ કરવામાં આવનાર છે.  આપ સૌ એ ટવિટ અને રિટ્વિટ કરી આ ટ્રેંડમાં જોડાઈ આ ટ્રેન્ડ ને ગુજરાત અને દેશ ની જનતા સમક્ષ લઇ જઈએ.આપ સૌને સહકારની વિનંતી છે અને  સરકાર સુધી સત્યનો અવાજ મક્કમતાથી પહોંચાડવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ હાકલ કરી છે.

(4:44 pm IST)