Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

ગુજરાત ગેસ આધારિત બધા વીજ મથકો કાર્યરતઃ કનુભાઇ દેસાઇ

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૭: રાજયમાં ગેસ આધારીત વીજ પ્‍લાન્‍ટ અંગે કોંગ્રેસના કિરીટભાઇ પટેલના એક લેખિત પ્રશ્‍નના ઉત્તરમાં ઉર્જા મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ જણાવ્‍યું હતું કે, તા. ૩૧/૧/ર૩ની સ્‍થિતિએ રાજયમાં ગેસ આધારીત બધાજ વીજ મથકો કાર્યરત છે. આમ છતાં કયારેક વિવિધ કારણોસર જેવા કે તકનીકી સમારકામ ઓછી વીજમાંગ અને મેરીટ ઓર્ડર અંતર્ગત પ્રાથમિકતા જો ન મળતી હોય તો તત્‍પૂરતા હંગામી સમય દરમ્‍યાન વીજ એકમોમાંથી ઉત્‍પાદન મેળવવામાં આવતું નથી.

સ્‍ટેટ લોડ ડિસ્‍પેસ સેન્‍ટર દ્વારા વીજ નિયમન આયોગના ‘‘મેરીટ ઓર્ડર'' રેગ્‍યુલેશનને અનુસરીને સૌથી સસ્‍તી બળતણ ખર્ચ ધરાવતા વીજ મથક પાસેથી વીજ ખરીદી કરવાની રહેતી હોવાથી, ઇમ્‍પોર્ટેડ આર. એલ. એનજીનો જથ્‍થો ઉપલબ્‍ધ હોવા છતાં જો તેના પરથી પેદા થતી વીજળી ‘‘મેરીટ ઓર્ડર''મમાં આવતી હોય તો જ વીજ ઉત્‍પાદન કરવામાં આવે છે. આમ સામાન્‍ય સંજોગોમાં ઉપરોકત વીજ મથકો કાર્યરત છે. આમ સરકાર ઉર્જા બાબતે કોઇપણ પ્રકારમાં પીછે હઠ કરવા માંગતી નથી.

(4:09 pm IST)