Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

અસ્‍પૃશ્‍યતા નાબુદી માટે બજેટમાં ૧ રૂપીયો વપરાયો છે ?: જીજ્ઞેશ મેવાણી

સમાજ માટે બીજુ કલંક માથે મેલુ ઉપાડવુ છે, આવા લોકોને બીજા કામમાં લઇ જવા બજેટમાં વ્‍યવસ્‍થા થઇ છે પણ પાંચ વર્ષમાં મેલુ નાબુદી માટેની કોઇ નક્કર બાંહેધરી આપવા માગો છો? સહિત ૧૪ પ્રશ્નોની વિધાનસભા અધ્‍યક્ષ સમક્ષ ઝડી વરસાવતા ધારાસભ્‍યઃ એક પણ પ્રશ્નનો જવાબ સરકારે નહી આપતા વિપક્ષનો વોકઆઉટ : સફાઇ કામદારોના મોતની ઘટનામાં સરકારી અધિકારીઓ અને નોડલ ઓફીસરો સામે ગુન્‍હો દાખલ કરો : જે કોન્‍ટ્રેકટર સફાઇ કામદાર સાથે ગટરમાં ઉતરી મરી ગયો તેની સામે ગુન્‍હો દાખલ કરાયો એટલે મૃત્‍યુ પામનાર માણસની ધરપકડ થશે?

રાજકોટ, તા., ર૭:  રાષ્‍ટ્રીય દલિત અધિકાર મંચના કન્‍વીનર અને ગુજરાતની દહેગામ સીટ ઉપરથી કોંગ્રેસના ચુંટાયેલા ધારાસભ્‍ય જીજ્ઞેશ મેવાણીએ ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ સમક્ષ અસ્‍પૃશ્‍યતા નાબુદી અને મેલુ ઉપાડવાની પ્રથાને નાબુદ કરવા અને તેમાં રોકાયેલા લોકોને બીજા કાર્યોમાં વાળવા સંદર્ભે બજેટમાં શું જોગવાઇ કરવામાં આવી છે ? તે સહિત ૧૪ ધારદાર પ્રશ્નો તાજેતરમાં ઉઠાવ્‍યા હતા. આ પ્રશ્નો પૈકી એક પણનો જવાબ સરકારે નહિ આપતા વિપક્ષે વોકઆઉટ કર્યુ હતું.

 જીજ્ઞેશ મેવાણીએ  જણાવ્‍યું કે સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના બજેટના સંદર્ભમાં મારા વિચારો રજૂ કરું છું. સ્‍વાભાવિક છે કે આવતા મહિને તા.૧૪ મી, એપ્રિલે રાજયના મુખ્‍યમંત્રી શ્રી ડો.બાબાસાહેબ આંબેડકરને પુષ્‍પાંજલિ કરવા માટે જશે. તો આ તા.૧૪ મી એપ્રિલે સરકારની જે તૈયારી છે એના સંદર્ભમાં આજે સામાજિક ન્‍યાયના ૧૪ મુદ્દા ઉપસ્‍થિત કરવા માગું છું. ભારતના બંધારણના આર્ટિકલ - ૧૭માં અસ્‍પૃશ્‍યતાની નાબૂદી કરવામાં આવી. આ બજેટમાં શું એક પણ રૂપિયો અસ્‍પૃશ્‍યતાની નાબૂદી માટે વાપરવામાં આવ્‍યો છે ? ગાંધી, આંબેડકર અને ભગતસિંહ આ તમામે અસ્‍પૃશ્‍યતાને ભારતનું કલંક કીધું છે.

( ૧ ) તો સરકાર અસ્‍પૃશ્‍યતા નાબૂદી માટે કોઇ કેમ્‍પઇેન, કોઇ ડ્રાઇવ કે કોઇ પ્રોગ્રામ  ચલાવવા માગે છે ?

અસ્‍પૃશ્‍યતા જેવું જ બીજું કલંક દેશમાં છે એ માથે મેલું ઉપાડવું. વર્ષ ૨૦૨૨ નું ગુજરાત, વર્ષ ૨૦૨૨ નો દેશ. આપણે ગ્‍લોબલાઇઝેશનના જમાનામાં જીવીએ છીએ, સાયન્‍સ અને ટેકનોલોજીનો એટલો બધો ઉદય થયો છે કે  મનુષ્‍ય બીજા ગ્રહ પર રહેવા જશે કે કેમ એની પોસિબિલિટી આપણે એક્‍સપ્‍લોર કરીએ છીએ. પણ એક મનુષ્‍યએ આજે પણ ૨૦૨૨ ના ગુજરાતમાં, ૨૦૨૩ ના ભારતમાં બીજા મનુષ્‍યનું મેલું ઉપાડવું પડે છે! આ બજેટમાં આવા કામોમાં રોકાયેલા લોકોને બીજા કામોમાં લઇ જવા માટેની વ્‍યવસ્‍થા કરી છે. પણ

( ૨ ) આવતા પાંચ વર્ષમાં માથે મેલુંની નાબૂદી થાય એ માટેની કોઇ નક્કર બાંહેધરી આપવા માંગો છો કે કેમ ? આવી બાહેંધરી આ બજેટમાં જોવા મળતી નથી.

સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના મંત્રીના વિધાનસભા ક્ષેત્રમાં હમણાં બે સફાઇ કામદારોના મોત થયા. સરકારના વર્ષ ૨૦૧૯ ના પરિપત્રમાં સ્‍પષ્ટ લખ્‍યું છે કે ફક્‍ત આઉટસોર્સિંગના કોન્‍ટ્રેક્‍ટર નહિ પણ એના માટે જવાબદાર ચીફ ઓફિસર, સરકારી અધિકારીઓ અને નોડલ ઓફિસરની સામે પણ ગુનો દાખલ કરવો. કિસ્‍સામાં ગુનો કોની સામે દાખલ કરવામાં આવ્‍યો ? જે કોન્‍ટ્રેક્‍ટર સફાઇ કામદારની સાથે - સાથે ગટરમાં ઉતરીને મરી ગયો એની સામે ગુનો દાખલ કરવામાં આવ્‍યો એટલે ધરપકડ એ માણસની થશે જે છે જ નહિ. જે માણસ મરી ગયો એની સામે એફ.આઇ.આર. કરવામાં આવી પણ જે નોડલ ઓફિસર, સરકારી કર્મચારીઓની નાકની દાંડી નીચે સફાઇ કામદારો મરી રહ્યા છે એની સામે એફ.આઇ.આર. કરવામાં આવી નથી. વર્ષ ૨૦૧૯ નો પરિપત્ર, સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન અને મેન્‍યુઅલ સ્‍કેર્જિંગને પ્રોહિબિટ કરતો એક્‍ટ બન્‍યા પછી ગુજરાતમાં જે સફાઇ કામદારોના ગટરમાં મોત થયા એવા ૪૨ વાલ્‍મીકિ સફાઇ કામદારોને હજી સુધી એક પણ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્‍યું નથી.

(૩)તો રાજય સરકાર આવા ગટરમાં ઉતરીને મોતનો ભોગ બનેલા સફાઇ કામદારોને વળતર ચૂકવવા માગે છે કે કેમ ?  આ કિસ્‍સામાં રૂ.૧૦ લાખનું વળતર ચૂકવ્‍યું. ફરીથી કોઇ વાલ્‍મીકિ સમાજનો સફાઇ કામદાર ગટરમાં મરી જશે તો રૂ.૧૨ લાખ, ૧૫ લાખ, ૨૦ લાખ વળતર ચૂકવી દઇશું પણ કોઇ મનુષ્‍યના જીવનની કિમત રૂ.૧૦ લાખ, ૧૨ લાખ, ૧પ લાખ ના હોઇ શકે. કોઇ પણ મનુષ્‍યએ કોઇ પણ સફાઇકર્મીએ ગટરમાં ઉતરીને મરવું ના પડે એના માટેના રોબોટ્‍સ અને આધુનિક સાધનો આ દેશ પાસે છે. તો રાજયની સરકાર બજેટમાં જોગવાઇ કરી આવા સાધનો કેમ વસાવવા માગતી નથી ગુજરાતમાં શિડ્‍યુલ કાસ્‍ટ, શિડ્‍યુલ ટ્રાઇબ સબપ્‍લાનના નાણા શિડ્‍યુલ કાસ્‍ટ, શિડ્‍યુલ ટ્રાઇબ સિવાય બીજે ક્‍યાંય ના ખર્ચાય એના માટેનો કોઇ એક્‍ટ નથી. આ વિધાનસભામાં બે વર્ષ પહેલા અમારા એક સાથી ધારાસભ્‍ય આ માટેનું બિલ લઇને આવ્‍યા હતા પણ સરકારે સ્‍વીકાર ના કર્યો.

 (૪) પણ હવે શું રાજયની સરકાર નક્કર પરિપત્ર કે ઠરાવ કરી તમામ વિભાગો / એકમો / કચેરીને એવી સૂચના આપવા માગે છે કે એસ.સી. / એસ.ટી. સબ - પ્‍લાનના નાણા દલિત આદિવાસી સિવાય બીજે ક્‍યાંય ખર્ચાશે નહિ? અને જો બીજે ખર્ચાયા તો જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવશે. ગુજરાતમાં એક સમયે દરેક તાલુકામાં આંબેડકર ભવન બનાવવાની યોજના હતી પણ ક્‍યા કારણસર અમુક તાલુકામાં આંબેડકર ભવન બન્‍યા બાદ રાજય સરકારે યોજના બંધ કરી દીધી. દલિત રામાજના લોકોને બેઠક કરવી હોય તો તેના માટે કોઈ જ વ્‍યવસ્‍થા નથી

(૫) તો રાજયની સરકાર દરેક બાકી રહેલા તાલુકામાં આંબેડકર ભવન ઊભા કરવા માગે છે કે કેમ ? એટ્રોસિટી એક્‍ટમાં સ્‍પેશિયલાઇઝ્‍ડ કોર્ટ ફરજિયાત છે. સવારે છૂટાછેડાનો કેસ ચાલે, બપોરે એટ્રોસિટીનો કેસ ચાલે, ફરી પાછો ચાર વાગે કોઈ ચેક બાઉન્‍સ થયો હોય તેનો કેસ ચાલે તેવું નહે પણ દલિત આદિવાસી ઉત્‍પીડનના જ કેસ સવાર થી સાંજ સુધી ચાલે તેવી એક્‍સક્‍લુઝિવ સ્‍પેશિયલાઈઝ્‍ડ ફાસ્‍ટ ટ્રેક કોર્ટ બનાવવી તેવું એટ્રોસિટી એક્‍ટમાં ફરજિયાત છે તે છતાં આવી કોર્ટ બનાવવામાં આવી ? ગુજરાતમાં ૧૬ કે ૧૭ કોર્ટને સ્‍પેશિયલાઈઝ્‍ડ કોર્ટ બનાવવામાં આવી છે. બાકીના જિલ્લાઓમાં આવી કોર્ટ ફાળવેલ નથી. હમણાં કેન્‍દ્રીય ગૃહ મંત્રીશ્રીએ લોકસભામાં નિવેદન કર્યું કે છેલ્લા ચાર વર્ષમાં ભારતમાં ૧.૮૯ લાખ દલિતો ઉપર અત્‍યાચાર થયા. દર ચાર અત્‍યાચારની ઘટનામાં એક જ ઘટના રીપોર્ટ થતી હોય ત્‍યારે તેની ગંભીરતા વિચારો. ભારતમાં વર્ષ ૨૦૧૧ ના સેન્‍સેક્‍સ પ્રમાણે શિડ્‍યુલ કાસ્‍ટની ૨૦૧ મિલિયન છે એટલે ૨૦-૨૧ કરોડ લોકો થયા તેમાં બે લાખ લોકોની ઉપર એટ્રોસિટી થઈ. આ ઘટના ગુજરાતમાં પણ બની રહી છે તો

(૬) તેવા કેસના ઝડપી નિકાલ માટે એટ્રોસિટી એક્‍ટમાં ઠરાવ્‍યા મુજબની શા માટે કોઈ સ્‍પેશ્‍યલાઈઝ્‍ડ કોર્ટ ઊભી કરવામાં આવતી નથી ? રીઝર્વેશનની પોલિસીનું ચુસ્‍ત અમલીકરણ થાય તેના માટે કેટલાંક રાજયમાં રીઝર્વેશન એક્‍ટ છે. બે વર્ષ પહેલાં આ જ વિધાનસભામાં અમારે બધાએ બોલવું પડ્‍યું હતું અને રાજયની સરકારે સ્‍વીકાર્યું અને સુધાર્યું. પી.એસ.આઈ.ની ભરતીમાં ઓ.બી.સી. સમાજને જે પ્રમાણે સ્‍થાન મળવું જોઈએ તે મળ્‍યું ન હતું તો આવી અનેક યોજનામાં એસ.સી. / એસ.ટી. / ઓ.બી.સી.ના આરક્ષણો ચુસ્‍તપણે લાગુ થાય અને તેમાં સરકારી અધિકારીઓ દ્વારા કોઈ જ રમત કરવામાં ન આવે તેના માટેનો

(૭) રીઝર્વેશન એક્‍ટ ગુજરાત સરકાર પારિત કરવા માગે છે કે કેમ ? દેરક રાજયમાં સ્‍ટેટ મોનિટરિંગ કમિટીની મિટિંગ રાજયના મુખ્‍યમત્રીશ્રીની અધ્‍યક્ષતામાં જૂન - જુલાઈ અને જાન્‍યુઆરી એમ વર્ષમાં બે વાર મળવી જોઈએ. દરેક રાજયમાં એટ્રોસિટીની ઘટનામાં એક્‍ઝીક્‍યુટિવ મેજિસ્‍ટ્રેટ, સબ - ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટ, ડિસ્‍ટ્રિક્‍ટ મેજિસ્‍ટ્રેટ એસ.પી., ગો.વાય.એસ.પી. એસ.સી. / એસ.ટી. સેલ, એ.સી.એસ. ( હોમ ) આ દરેકનો રોલ ડોફાઈન કરેલો છે ત્‍યારે આ અધિકારીઓ પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે કે કેમ ? ગુજરાતમાં દલિત આદિવાસીઓની શું પરિસ્‍થિતિ છે ? કેટલા કિસ્‍સામાં પોલીસ રક્ષણ આપવામાં આવ્‍યું ? કેટલી જમીનો પર દબાણ છે ? કેટલા કિસ્‍સામાં સામૂહિક બહિષ્‍કાર થયો ? કેટલી ખૂન અને બળાત્‍કારની ઘટના બની ? આ તમામના ઓવરઓલ સુપરવિઝન અને મોનિટરિંગ માટે રાજયના મુખ્‍યમંત્રીશ્રીની અધ્‍યક્ષતામાં જાન્‍યુઆરી અને જુલાઈ માસમાં બે મિટિંગ કરવાની હોય છે. માનનીય શૈલેષભાઈ પરમાર અને મારા સવાલમાં ઓન રેકર્ડ સરકારે કબુલ્‍યું છે કે સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના અધિકારીઓ દ્વારા લેખિતમાં મુખ્‍યમંત્રીશ્રી સાથે પત્ર વ્‍યવહાર થયા બાદ પણ છેલ્લા બે વર્ષમાં એક પણ મિટિંગ યોજવામાં આવી નથી એટલે આ રાજયની સરકારને દલિતોની શું પરિસ્‍થિતિ છે તે જોવાની ચિંતા પણ નથી. આ પૂર્વેના મુખ્‍યમંત્રી સમાજમાં સર્વ - મિત્ર તરીકેની છાપ ધરાવતા હતા. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન અત્‍યાચારનો ભોગ બનેલો હોય તેવા એક પણ દલિત કે આદિવાસી પરિવારની મુલાકાત કરી ન હતી. સર્વ - મિત્ર રહ્યા પણ દલિત આદિવાસીના મિત્ર ન બની શક્‍યા. આપણા મુખ્‍યમંત્રી મૃદુ મુખ્‍યમંત્રી તરીકે જાણીતા છે તેમને વિનંતી કરું? છું કે પીડિત દલિતો માટે મૃદુ રહો અને દલિતો પર જે અત્‍યાચાર કરે છે તેની સામે મક્કમ રહો.

 (૮) રાજયની સરકાર મુખ્‍યમંત્રીશ્રીની અધ્‍યક્ષતામાં એટ્રોસિટી એક્‍ટની જોગવાઈ મુજબ પ્રમાણેની સ્‍ટેટ મોનિટરિંગ કમિટીની મિટિંગ યોજવા માગે છે કે કેમ ? માનનીય અધ્‍યક્ષશ્રી, પટેલ આંદોલન દરમિયાન અનેક લોકો ઉપર કેસ થયા. તેમાં સેકડો કિસ્‍સામાં કેસો પાછા લીધા. હું ઈચ્‍છું છું કે તમામે તમામ આંદોલન ઉપરના કેસ પાછા લેવામાં આવે. ઉનાકાંડ વખતે થયેલા દલિત સમાજ ઉપરનો એક પણ કેસ પાછો લેવામાં આવ્‍યો નથી. અમરેલીના કાંતિ વાળા નામનો એક માણસ પાંચ - છ વર્ષથી જેલમાં સબડી રહ્યો છે. અનેક લોકો એફ.આઈ.આર. અને ટ્રાયલ કેસ કરી રહ્યા છે તો રાજયની સરકાર એક સમાજ ઉપર થયેલા આંદોલનના કેસ પાછા લે અને દલિત આદિવાસી, ઓ.બી.સી. કે અન્‍ય પછાત વર્ગો ઉપર થયેલા કેસો પરત ન લે તેવી રાજય સરકારની ભૂમિકા ચાલે નહિ.

(૯) ઉનાકાંડ વખતે થયેલા દલિતો અને અન્‍ય આંદોલન પરના કેસો રાજયની સરકાર પાછા લેવા માગે છે કે કેમ ? સ્‍પેશિયલ કોર્ટ નથી તેની વાત કરી તે જ પ્રમાણે ગુજરાતમાં સુરેન્‍દ્રનગરના થાનગઢમાં ઘટના બની. ૧૭,૧૯, ૨૧, અને ૨૨ વર્ષના દૂધમલ દલિત દીકરાઓની છાતી ઉપર જાણે આતંકવાદી હોય તેમ એકે -૪૭ ની રાઈફલથી રાજયની પોલીસ દ્વારા હત્‍યા કરવામાં આવી. સંજયપ્રસાદે એનો રીપોર્ટ તૈયાર કર્યો. છેલ્લા છ વર્ષથી દું દરેક વિધાનસભાના સત્રમાં જોઇ રહ્યો છું કે કોઇને કોઇ ધારાસભ્‍ય આ મુદ્દે રજૂઆત કરે છે. દલિત સંગઠનો અને આંબેડકરેટ મુવમેન્‍ટના લોકો સતત માગણી કરી રહ્યા છે. આ સંજયપ્રસાદ કમિટીના રીપોર્ટમાં એવું શું છે કે રાજય સરકાર અને જાહેર કરતી નથી.

(૧૦) માનનીય મંત્રીશ્રી થાનગઢ દલિત હત્‍યાકાંડનો સંજય પ્રસાદ કમિટીએ કરેલો રીપોર્ટ વિધાનસભાના મંચ ઉપર મૂકવા માગે છે કે કેમ ? ઉનાકાંડ થયો ત્‍યારે ગુજરાતના તત્‍કાલિન મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ ઉના ગયા હતા અને ત્‍યાં પહોંચી મીડિયા સમક્ષ એમણે જે સ્‍ટેટમેન્‍ટો કર્યા હતા એ ગુજરાત સરકારના ગુજરાત પાક્ષિકમાં છપાયા છે. એમાં એવું નિવેદન કરવામાં આવેલ હતું કે, ઉનાકાંડના પીડિતોને રહેવા માટે ઘર, ખેતીની જમીન અને સરકારી નોકરી આપીશું. આજે આ ઘટનાને છ વર્ષ થયા. એની ટ્રાયલ તો શરૂ થઇ નથી પણ આમાંથી એકપણ યોજનાનો એમને લાભ મળ્‍યો નથી. રાજય સરકાર ઉનાકાંડના પીડિતોને આપેલા વચનોનું પાલન કરવા માગે છે કે કેમ ? તાજેતરમાં એક ઘટના બની છે. હાલ વડોદરા શહેરના પોસ્‍ટમોર્ટમના કોલ્‍ડસ્‍ટોરેજમાં ખાનપુર મહીસાગરની ૧૯ વર્ષની દીકરીની લાશ પડી છે. આ પીડિત પરિવારના સભ્‍યો કલેક્‍ટર કચેરી ખાતે ધરણાં ઉપર બેઠા છે. ફક્‍ત એટલી જ માંગ સાથે કે નિષ્ઠાવાન ઇન્‍ટિગ્રિટીવાળા એક પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર દ્વારા અમારી દીકરીનું મર્ડર થયું એની તપાસ કરવામાં આવે. ૪૮ કલાકથી પરિવાર રઝળી રહ્યો છે પણ રાજયની સરકારમાંથી કોઈપણ માણસ એમને જોવા ગયો નથી. ઝવેરીપંચનો રીપોર્ટ ૧૨ મી માર્ચે આવ્‍યો. આ ઓ.બી.સી. સમાજની ગુજરાતમાં ૫૦ થી ૫૨ ટકાની વસ્‍તી છે. આ ઝવેરીપંચની રીકમન્‍ડેશનને લાગુ કરવાના બદલે એનું શું સ્‍ટેટસ છે એ કોઇને ખબર નથી. એના કારણે ગુજરાતમાં લગભગ ૭૦૦૦ ગ્રામ પંચાયતો, ૭૫ નગરપાલિકા, ૨ જિલ્લા પંચાયતો અને ૧૮ જેટલા તાલુકા પંચાયતોમાં વહીવટદારોનું શાસન આવી ગયું. પોસ્‍ટમેટ્રિક્‍સ સ્‍કોલરશિપમાં સરકારે જે - તે વખતે વચન આપેલું કે, છ લાખની આવક મર્યાદાને દૂર કરીશું. એ હજી સુધી દૂર કરવામાં આવી નથી.

 (૧૧) ર્. ૧૭ કરોડના ખર્ચે એક વર્ષમાં ગાંધીનગરનો ટાઉનહોલ બન્‍યો પણ દોઢ કરોડ જેટલી રકમના અભાવે ગાંધીનગરમાં આંબેડકર ભવનના સમારકામનું કામ આજે પણ અટકેલું છે. આ કામ પૂરું કરવા માંગો છો કે કેમ ? ગુજરાતમાં વિદેશ લોન માટે અનેક આદિવાસી વિદ્યાર્થીઓ અરજી કરે છે. ડો. બાબાસાહેબ આંબેડકરે લંડન સ્‍કૂલ ઓફ ઇકોનોમિક, કોલમ્‍બીયા જેવી અનેક યુનિવર્સિટીઓમાં વિદેશ અભ્‍યાસ કર્યો હતો. તેઓ દેશના એક મોટા તેજસ્‍વી તારલા ગણાય છે. એમનાથી પ્રેરિત થઇ અનેક આદિવાસી અને દલિત વિદ્યાર્થીઓ વિદેશ લોન માટે અરજી કરતાં હોય છે. પણ એના માટે રૂ. ૧૫ લાખની પ્રાથમિક પુંજી એની પાસે નથી. કલ્‍પના કરો કે, કોઇ આદિવાસી આંગણવાડીની બહેન કે આશા વર્કર બહેન છે એ ઇન્‍સેન્‍ટિવ પર જીવે છે. આવી કોઇ ઇન્‍સેન્‍ટિવ પર જીવતી વિધવા આશાવર્કર આદિવાસી બહેનનો દીકરો બેક બેલેન્‍સ તરીકે રૂ. ૧૫ લાખ સરકારને ક્‍યાંથી બતાવે ? વીઝા મંજૂર થાય પછી રૂ. ૧૫ લાખની સહાય કરવામાં આવે છે. એ પહેલાં સહાય કરવામાં આવતી નથી.

(૧૨) આ વિસંગતતા રાજય સરકાર દૂર કરી વધુમાં વધુ આદિવાસી દલિત વિદ્યાર્થીઓ પરદેશમાં ભણી શકે એ માટેની વ્‍યવસ્‍થા ઊભી કરવા માગે છે કે કેમ ? અસ્‍પૃશ્‍યતા નાબૂદીની મેં વાત કરી. લાંબા સમયથી દલિત સમાજની માગણી છે કે, એક ગામ, એક કૂવો અને એક સ્‍મશાન બનવા જોઇએ. રાજયની સરકાર સાચા અર્થમાં સામાજિક સમરસતા સ્‍થપાય એ માટેની કોઇ યોજના લાવવા માગે છે કે કેમ ? ગુજરાતમાં અનેક જગ્‍યાએ એટ્રોસિટીઝના કેસમાં અમે જોયું છે કે, ૮ થી ૧૦ વર્ષ પહેલાં સરકારે ૧૦ થી ૧૨ જિલ્લા આઇડેન્‍ટીફાય કરેલા કે આ એવા જિલ્લાઓ છે કે જયાં સૌથી વધારે દલિત એટ્રોસિટીઝ બને છે. વીસ વર્ષ પછી પણ આ જિલ્લાઓ એટ્રોસિટીઝ પ્રોન એરીયામાંથી બહાર નથી આવ્‍યા. એનો મતલબ એ થયો કે રાજયસરકાર ક્‍યાંકને ક્‍યાંક દલિતોને રક્ષણ આપવામાં નિષ્‍ફળ ગઇ છે. આજે ગુજરાતમાં હજારો એકર જમીન એવી છે કે, જે દલિત સમાજના નામે હોય, ૭/૧૨ એમના નામે હોય, માલિકી એમની હોય પણ એના પર ગેરકાયદેસર રીતે અસામાજિક તત્‍વોનો કબજો છે. લેન્‍ડ ગ્રેબીંગ એક્‍ટનો લાભ બધાને મળે છે પણ દલિત ને મળતો નથી. બિન અનામત આયોગમાં આદિવાસી સમાજની જમીન પર જે ગેરકાયદેસર દબાણ હોય એને લાભ ગુજરાતમાં દલિત, આદિવાસી, ઓ.બી.સી. માઇનોરિટી સિવાયના સમુદાયની એકંદરે સંખ્‍યા ગણીએ તો, ૧૮ થી ૨૦ ટકા થાય. આ ૧૮ થી ૨૦ ટકાના સમુદાય માટે રૂ. ૫૦૦ કરોડના બજેટની જે ફાળવણી કરી છે એ રૂ. ૫૦૦૦ કરોડ થાય તો પણ હું રાજી થઇશ.

 (૧૩) દલિત, આદિવાસી, ઓ.બી.સી. અને માઇનોરિટી સમાજના જે નિગમો છે એનું બજેટ માત્ર રૂ. ૬૬ કરોડ છે. આ અન્‍યાય અને વિસંગતતાનું દૂર કરવા માંગો છો કે કેમ ? એસ.સી., એસ.ટી. સબપ્‍લાન હેઠળ નહીં હોવાના કારણે ફાળવવાના કારણે રૂ. ૫૦ હજાર કરોડ જેટલું નુકસાન થયું. તમારે તેનો કોમ્‍પેન્‍સેટ કરવો જોઇએ. તમારે તમારા બજેટમાં વધારો કરવો જોઇએ. આદિવાસી અને દલિતોની વસ્‍તીના અનુપાતમાં તમે બજેટ ફાળવતાં નથી. એસ.સી. એસ.ટી. સબપ્‍લાન હેઠળ એમના નાણાં બીજે ડાયવર્ટ ના થાય એવો કાયદો પણ લાવતા નથી. આ નિગમો થકી દલિત અને આદિવાસી સમાજના લોકોનો ઉત્‍કર્ષ થાય એ માટે ફક્‍ત રૂ. ૧૬૬ કરોડનું બજેટ ફાળવ્‍યું છે. ઓ.બી.સી. સમાજની વસ્‍તી પ ૨ ટકા છે. દલિત અને આદિવાસી સમાજની આટલી બધી વસ્‍તીના ર્ં અને આદિવાસી દલિતની જે વસ્‍તી છે એના અનુપાતમાં બજેટ નહીં ફાળવવાના કારણે ૫૦ હજાર કરોડ જેટલું નુકસાન થયું. તમારે તેનો કોમ્‍પેન્‍સેટ કરવો જોઇએ. તમારે તમારા આદિવાસી અને દલિતોની વસ્‍તીના અનુપાતમાં તમે બજેટ ફાળવતાં નથી. એસ.સી., એસ.ટી. સબપ્‍લાન હેઠળ એમના નાણાં બીજે ડાયવર્ટ ના થાય એવો કાયદો પણ લાવતા નથી. આ નિગમો થકી દલિત અને આદિવાસી સમાજના લોકોનો ઉત્‍કર્ષ થાય એ માટે ફક્‍ત રૂ. ૧૬૬ કરોડનું બજેટ ફાળવ્‍યું છે . ઓ.બી.સી. સમાજની વસ્‍તી ૫૨ ટકા છે. દલિત અને આદિવાસી સમાજની આટલી બધી વસ્‍તીના બદલે બિનઆયોગમાં ચાર ગણી, પાંચ ગણી અને ૧૦ ગણી બજેટની ફાળવણી થાય છે. આ તો બહું દેખીતો સ્‍પષ્ટ ભેદભાવ છે. એટલે રાજયની સરકાર આવો ડિસ્‍ટ્રિમિનેટરી એપ્રોચ ધારણ કરી શકે નહીં. આ તમામ સવાલોના મુછ્‍દ હું આશા રાખું છું કે માનનીય મંત્રીશ્રી પોતાના પ્રવચનમાં નિવેદન કરશે. સમાજ કલ્‍યાણ વિભાગ અને પોલીસ વિભાગે બંને એકબીજાના કોલોબ્રેશનમાં કામ કરવાનું હોય છે. એટ્રોસિટીસના કેસીસમાં એવી ઘટનાઓ બની છે કે, જયાં સામે ચાલીને દલિત સમાજના વ્‍યકિતઓએ લેખિતમાં કીધું હોય કે, મારી હત્‍યા થશે અને એ બાદ પણ પ્રિવેન્‍ટિવ મેજર્સ લેવામાં ન આવ્‍યા અને એના કારણે, દલિત સમાજના લોકોની હત્‍યા થઇ છે. રાજકોટમાં કોટડા સાંગાણી તાલુકાના માણેકપુરા ગામમાં આર.ટી.આઇ. એકટિવિસ્‍ટે પોતાનો એક વિડીયો જાહેર કર્યો કે, આટલા આટલા લોકો દ્વારા આટલા દિવસમાં મારું ખુન થશે પણ, ઓથોરિટીઝે પ્રિવેન્‍ટિવ મેજર્સ નહીં લીધા અને એનું ખુન થયું. એના પછી એક વર્ષ સુધી એનો દીકરો એવું કહેતો રહ્યો કે, હવે મારું ખુન થાય એવું છે એને પણ રાજયની સરકાર પ્રોટેક્‍ટ ન કરી શકી. એના કારણે, એ વ્‍યક્‍તિનું પણ ખુન થયું. બે દિવસ પહેલા રાજકોટના ગોંડલની એક ઘટના બહાર આવી. એટલા બેરહમીપૂર્વક એ માણસને ફટકા મારી રહ્યા છે. મેં તપાસ કરી તો ખબર પડી કે, એ છોકરાએ બે વર્ષ પૂર્વ જે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી હતી તે પાછી કેમ ના લે, એની દાઝ રાખીને એને ફૂટી નાખ્‍યો. એને બેરહમીપૂર્વક અને અમાનવીય રીતે માર્યો છે.

 (૧૪) તો દલિતો ઉપર અત્‍યાચાર કરનારા લોકોને રાજયની સરકાર પાસા હેઠળ મોકલવા માગે છે કે કેમ ? અનેક એટ્રોસિટીઝની ઘટનામાં પોલીસ પાછળથી એકશનમાં આવે છે પણ મૂળ It is prevention of atrocities act અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિ ઉપર અત્‍યાચાર ના થાય એના માટેનો કાયદો છે. એટલે આપના માધ્‍યમથી રાજયની સરકારને વિનંતી છે કે ખાસ કરીને, જે કિસ્‍સામાં આદિવાસી દલિત સમાજના વ્‍યકિતઓ પ્રો- એક્‍ટિવલી કહી રહ્યા છે કે, અમારા જાન - માલને ગંભીર નુકસાન થાય એવું છે, ઓછામાં ઓછું એ લોકોને આપણે પ્રોટેક્‍ટ કરીએ. સ્‍પેશિયલ કોર્ટ બનાવીએ. આપણો રેટ ઓફ કન્‍વિક્‍શન ગુજરાતમાં એટ્રોસિટીના કેસીસમાં સજાના દર ૧૦૦ માંથી પ જ છે. એ સુધરે તો મને લાગે છે કે, ૧૪ મી એપ્રિલ આપણે સાચા અર્થમાં ઉજવી શકીએ.

(3:47 pm IST)