Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

રાહુલને કોર્ટ જતા પહેલા માફી માંગવાની સલાહ અપાયેલઃ હસમુખ દેસાઇ

કોંગ્રેસના નેતાનો મોટો ખુલાસો સુરત એરપોર્ટ ખાતે ૪૦ મીનીટ મેરેથોન મીટીંગ બાદ પણ રાહુલ માફી ન માંગવા અડગ રહેલ

 

અમદાવાદ, તા. ર૭ : રાહુલ ગાંધીની સભ્‍યતા રદ કરાતા યૂથ કોંગ્રેસનું દેશભરમાં પ્રદર્શન ચાલી રહ્યું છે. વિપક્ષના અનેક સભ્‍યો કાળા કપડાં પહેરીને સંસદ ભવનમાં પહોંચ્‍યા છે. આજે સભ્‍યતા રદ કરવાનો મુદ્દો કોંગ્રેસ સંસદમાં ઉઠાવશે. ત્‍યારે રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસનો રાજ્‍યભરમાં વિરોધ ચાલી રહ્યો છે. કાળા કપડાં પહેરી ગુજરાત કોંગ્રેસ નેતાઓએ વિધાનસભાના પગથિયે વિરોધ દર્શાવ્‍યો. ત્‍યારે રાહુલ ગાંધી દ્વારા માનહાનિ કેસમાં ગુજરાત કોંગ્રેસના જ એક નેતાએ મોટો ખુલાસો કર્યો છે. તેઓએ કહ્યું કે, માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને માફી માંગવા સલાહ અપાઈ હતી. કોંગ્રેસના નેતા હસમુખ દેસાઈએ જણાવ્‍યું કે, ઘણા નેતાઓએ આ કેસમાં રાહુલ ગાંધીને માફી માગવા સલાહ આપી હતી. રાહુલ ગાંધી માફી માગવા તૈયાર ન હતા. રાહુલ ગાંધી એક નીડર નેતા છે.

કોંગ્રેસ નેતા હસમુખ દેસાઈએ વધુમાં જણાવ્‍યુ હતુ કે જો રાહુલ ગાંધીએ ભાજપ પાસે અથવા પૂર્ણેશ મોદી પાસે માફી માગી લીધી હોત તો કદાચ તેમનું સાંસદ પદ ગયુ ન હોત. રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થવા માટે સુરત એરપોર્ટ આવ્‍યા, ત્‍યારે પણ તેમની સાથે મેરેથોન ૪૦ મિનિટ સુધી ચર્ચા કરીને તેમને સમજાવવા માટે પ્રયાસ થયા હતા. છતાં પણ રાહુલ ગાંધી માફી માગવા તૈયાર થયા ન હતા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કેસ મુદ્દે કોંગ્રેસના નેતા હસમુખ દેસાઈએ કહ્યું કે, સુરતના કેટલાક નેતાઓએ રાહુલ ગાંધીને સલાહ આપી હતી. રાહુલ ગાંધીને માફી માંગવાની સલાહ આપી હતી. પરંતુ રાહુલ ગાંધીએ માફી માંગવાનો સ્‍પષ્ટ ઈનકાર કર્યો. જો રાહુલ ગાંધી એ ભાજપ પાસે અથવા ધારાસભ્‍ય પૂર્ણેશ મોદી પાસે માફી માંગી લીધી હોત તો એમનું સાંસદ પદ યથાવત રહ્યું હોત. પરંતું તેઓએ ભાજપ સામે ઝુકવાની ના પાડી.

 કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધી સુરત એરપોર્ટ ખાતે આવ્‍યા ત્‍યારે અને કોર્ટ હાજર થયા તે પૂર્વે તમામ વચ્‍ચે એક ચર્ચા પણ થઈ હોવાનો દાવો હસમુખ દેસાઈએ કર્યો. નેતાઓએ રાહુલ ગાંધીને એરપોર્ટ અને કોર્ટ બે સ્‍થળે માફી માંગવા માટે જણાવ્‍યું હતું. સતત ચાલીસ મિનિટ મરોથોન ચર્ચા અને સમજાવટ બાદ પણ રાહુલ ગાંધી માન્‍યા ન હતા. ચુકાદા વખતે રાહુલે કોર્ટ સમક્ષ પોતે આપેલા નિવેદન અંગે કબૂલાત કરી હતી. હસમુખ દેસાઈ કહે છે કે, રાહુલ ગાંધી એક નીડર નેતા છે.

તો રાહુલ ગાંધીનું સભ્‍ય પદ રદ કરાતા અમિત ચાવડાએ જણાવ્‍યું કે, જ્‍યાં સરકાર તરફથી અન્‍યાય થશે ત્‍યાં કોંગ્રેસ અવાજ ઉઠાવશે. તમામનો અવાજ સરકાર દબાવી રહી છે. અલગ-અલગ રાજ્‍યોમાં ખોટા કેસ ઉભા કરાયા છે.

(3:51 pm IST)