Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

શરદ પવાર અને પ્રફુલ પટેલ અચાનક ગુજરાતની ઊડતી મુલાકાતે આવતા રાજકિય તર્કવિતર્ક શરૂ

જયપુરથી સીધા ચાર્ટડ પ્લેનમાં ગુજરાત આવ્યા અને ગણતરીની કલાકોમાં નીકળી પણ ગયા

અમદાવાદ : એનસીપી સુપ્રીમો શરદ પવાર અને પ્રફ્રૂલ પટેલ અચાનક ગુજરાત આવ્યા હતા. ગઈકાલ રાત્રીના સમયે આ બંને નેતાઓ ગુજરાત આવ્યા અને ગણતરીની કલાકોમાં પરત પણ નિકળી ગયા હતા.

મહારાષ્ટ્રમાં સરકાર પર સંકટના વાદળો ઘેરાયા છે. તો આવા સમયમાં શરદ પવાર અને પ્રફ્રૂલ પટેલ અચાનક ગુજરાત આવ્યા હતા. ગઈકાલ રાત્રીના સમયે આ બંને નેતાઓ ગુજરાત આવ્યા અને ગણતરીની કલાકોમાં પરત પણ નીકળી ગયા હતા.શરદ પવાર અને પ્રફુલ પટેલ જયપુરથી સીધા ચાર્ટડ પ્લેનમાં ગુજરાત આવ્યા હતા.

મોડી રાત્રે બંને નેતાઓ અમદાવાદ આવ્યા બાદ સવારે મુંબઈ નીકળી ગયા હતા. શરદ પવાર અને પ્રફુલ્લ પટેલનું ગુજરાતમાં રાત્રી રોકાણ ચર્ચાનો વિષય બન્યો છે. જો કે, ગઈકાલ રાત્રીથી ગૃહમંત્રી અમિતભાઈ  શાહ પણ ગુજરાતમાં છે. શરદ પવાર ગુજરાતની એક ખાનગી કંપનીના ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. NCPના મોટા નેતાની મુલાકાતથી રાજકિય તર્કવિતર્ક શરૂ થયા છે.

(12:00 am IST)