Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

રાજપીપળા એસટી ડેપો માંથી ઉપડતી કેટલીક બસોમાં બમણા મુસાફરો ભરાતા કોરોના સંક્રમણનો ખતરો

સાંજના સમયે રાજપીપળા થી વડોદરા જતાં સરકારી કર્મચારીઓ મોટી સંખ્યા હોવા છતાં મેટ્રોલિંક બસોમાં ચિક્કાર મુસાફરો ભરાઈ છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેર સહિત નર્મદા જિલ્લામાં ઘણા દિવસોથી કોરોના ના કેસો વધ્યા છે જેથી સરકારી જાહેરનામા નું પણ તંત્ર દ્વારા કડક પાલન કરવામાં આવી રહ્યું છે પરંતુ રાજપીપળા એસટી ડેપો માંથી ઉપડતી કેટલીક બસોમાં સીટો કરતા બમણા મુસાફરો મુસાફરી કરતા નજરે પડતા અપડાઉન કરતા લોકોને કોરોના સંક્રમણ નો ખતરો જોવા મળે છે.
રોજ વડોદરા થી રાજપીપળા સરકારી કચેરીઓમાં ફરજ ઉપર આવતા જતા સરકારી બાબુઓ સાંજે ફરજ પતાવી પરત વડોદરા જતા હોય તે સમયે મેટ્રો લિંક બસો કે જે મીની બસ હોય તેમાં બમણા મુસાફરો ભરાઈ જતા હોય ત્યારે આવા સમયે ઉપડતી બસો 56 સીટની મોટી બસો એસટી વિભાગે મુકવી જોઈએ નહીતો કોરોના કેસો માં બમણો ઉછાળો જોવા મળે તેમ હાલની સ્થિતિ જોતા લાગી થયું છે.
જોકે આ બાબતે રાજપીપળા એસટી ડેપોના ડેપો મેનેજર કલ્યાણી ને આ બાબત પૂછતાં તેમણે જણાવ્યું કે મીની બસો માં મુસાફરો ડબલ થતા હશે તો એ સમયે મોટી બસો મુકવા હું જાણ કરી દઉં છું.

(11:05 pm IST)