Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

નર્મદા જિલ્લામાં શનિવારે ૨૦ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૨૧૪૮ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શનિવારે ૨૦ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળાના સફેદ ટાવર પાસે ૦૧, ભાટવાડા માં ૦૧, રાજપુત ફળિયા માં ૦૧ તથા નાંદોદ ના ગોપાલપુરા માં ૦૧, વડિયા માં ૦૨, રાજુવાડીયા માં ૦૧, સિસોદ્રા માં ૦૫ તથા તિલકવાડા ના અગર માં ૦૧ તથા સાગબારા માં ૦૩, ઘનસેરામાં ૦૩, સેલંબા માં ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૨૦ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૧૫ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં કોઈ દર્દી દાખલ નથી. જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૨૨ દર્દી દાખલ છે, આજે ૧૨ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૧૯૯૪ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૨૧૪૮ પર પહોચ્યો છે.આજે વધુ ૭૩૧ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(11:02 pm IST)