Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

રાજપીપળા શહેરીજનોને ટૂંક સમયમાં ફિલ્ટર પાણી મળતું થશે : બંધ પડેલો ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરવા પાલીકા પ્રમુખની તજવીજ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા  શહેરીજનોને ટૂંક સમયમાં ફિલ્ટર પાણી મળે તે માટે બંધ પડેલો કરોડો રૂપિયાનો ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરવા પાલીકા પ્રમુખે સરકાર સાથે વાટાઘાટો કરી જરૂરી કાર્યવાહી કરતા હવે પાણીની તકલીફ વચ્ચે લોકોને પૂરતા પ્રમાણમાં ફિલ્ટર પાણી મળશે તેમ જાણવા મળ્યું છે.
 રાજપીપળા નગર સેવા સદનના યુવા પ્રમુખ એ કરજણ ડેમમાંથી પીવાનું શુધ્ધ પાણી ફિલ્ટરેશન પ્લાન્ટ (વોટર ટિટમેન્ટ પ્લાન્ટ) ચાલુ કરવા સરકાર સાથે પરામર્શ કરી વન ટાઈમ શેટલમેન્ટમાં રાજપીપલા નગરપાલિકાના બાકિ પડતા ૫૩ લાખ જે કરજણ જળાશય યોજનામાં ભરવાના હતા તેમાં તાત્કાલિક ધોરણે ૨૫ લાખ રૂપિયા ભરી ૨૮ લાખ રૂપિયા નો નગરજનો માટે ફાયદો કરાવ્યો હતો યુવા પ્રમુખ કુલદિપસિંહ ગોહિલ રાજપીપલા ના નગર જનોને ઉપયોગમાં આવતી કેટલીક બંધ પડેલી યોજનામાં આ એક યોજના ચાલુ કરાવવા સફળ થયા હતા આ યોજના ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોપોરેશન માર્ફતે વનબંધુ કલ્યાણ યોજનામાંથી રૂ.૧૩.૩૬ કરોડના ખર્ચ ફિલ્ટરેશન પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો જે ઘણા વર્ષો થી બંધ હાલતમાં હોય તેને ચાલુ કરાવી યુવા પ્રમુખ દ્વારા ટુંક સમયમાં રાજપીપળા શહેરની જનતાને ફિલ્ટર પાણી પહોચાડવા ના પ્રયાસો હવે સફળ થશે.

(11:00 pm IST)