Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

માંગરોલ આશ્રમ શાળાના 150 જેવા વિદ્યાર્થીઓને પગરખાંની પરબ અંતર્ગત ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું

માંગરોલ ગામના સેવાભાવી મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા દર વર્ષે આવા સેવકાર્યો કરવામાં આવે છે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંગરોલ ગામની આશ્રમ શાળાના 150 જેટલા વિદ્યાર્થીઓ ને સેવાભાવી મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા કાર્યરત પગરખાની પરબ ના માધ્યમ થી ચપ્પલ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
મહેન્દ્રભાઇ પ્રજાપતિ પોતે વર્ષોથી પર્યાવરણ બચાવવા પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન હેઠળ કાપડની થેલીઓ વિનામૂલ્યે ઠેર ઠેર વિતરણ કરતા આવ્યા છે ત્યારે એમને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આ બાબતે લોકોમાં જાગૃતિ આવશે અને આપણે સૌ પર્યાવરણ ની રક્ષા માટે આ દિશામાં આગળ આવીશું. સાથે સાથે ઘણા ગરીબ આદિવાસી વિસ્તારોમાં એકલા હાથેજ અનેક સેવકાર્યો કરતા આવેલા મહેન્દ્રભાઈ દ્વારા માંગરોલ ગામના આશ્રમ માં રહી અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓ ને ઉનાળા ની ગરમી શરૂ થતાજ પગરખાં નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું

(10:59 pm IST)