Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

રાજપીપળા 181 હેલ્પલાઈને દારૂ પી પત્નીને મારનાર પતિને કાયદાકીય માહિતી આપી સુખદ સમાધાન કરાવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકા પાસેના એક ગામે ૨૨ વર્ષીય મહિલાને પતિ એ દારૂ પી ને માર્યા હતા અને કાઢી મૂકવાની ધમકી આપતા હતા, સાસુ પણ માનસિક ત્રાસ આપતા હોય આ મહિલા એ ૧૮૧ મહિલા હેલ્પલાઇન નો સંપર્ક કરતા રાજપીપલા અભ્યમ રેસ્ક્યું ટીમે અસરકારક કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવવામાં સફળતા મેળવી હતી.    
મળતી માહિતી મુજબ તિલકવાડા નજીકના ગામની મહિલા ના લગ્ન ના ૬ વર્ષ થયાં છે,લગ્ન જીવન દરમિયાન  તેમને ૨ સંતાન છે. તેમના પતિ ત્રણ મહિના થી દારૂ પી મારઝૂડ કરે છે અને તું તારા ઘરે જતી રહે હું બીજી લઈ આવીશ કહી અપશબ્દો બોલે છે. સાસુ ને આ બાબતે જણાવતા મારો છોકરો વ્યસન નથી કરતો તું ખોટા આરોપ લગાવે છે.તેમ જણાવતા મહિલા એ 181 ની મદદ માંગતા અભ્યમ ટીમે તેમના પતિ અને સાસુ નું કાઉન્સેલિંગ કરી સમજાવ્યાં અને કાયદાકીય માહિતી ઓ આપી ત્યારે તેમના પતિ કહેતા હું દારૂ પીવાનું બંધ કરીશ અને અને હવે પછી ઝગડો નહિ કરું અને સારી રીતે રાખીશ એમ કહી ભૂલ સ્વીકારી લખાણ લઈ રાજપીપળા અભ્યમ રેસ્ક્યું ટીમે અસરકારક કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવવામાં સફળતા મેળવી હતી.

(10:56 pm IST)