Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ગુજરાતને ભારત સરકાર તરફથી કોવિશિલ્ડ રસીનો 18,00,000 ડોઝનો જથ્થો મળ્યો : નીતિનભાઈ પટેલ

અત્યાર સુધીમાં કોવિશિલ્ડ રસીના 57,06,970 ડોઝ અને કોવેક્સિન રસીના 9,82,200 ડોઝનો જથ્થો મળ્યો

અમદાવાદ : કોરોનાના વધતાં જતાં કેસોને ડામવા ગુજરાત સરકાર દ્વારા અનેક પગલાં ભરવામાં આવ્યા છે.દેશના કોઇપણ રાજયમાંથી ગુજરાતમાં પ્રવેશતી વ્યક્તિએ 72 કલાક પહેલાં આરટીપીસીઆર રિપોર્ટ કઢાવવાનો રહેશે.તે નેગેટીવ હશે તો જ ગુજરાતમાં પ્રવેશ આપવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ રસીકરણની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. જેના ભાગરૂપે જ ભારત સરકાર તરફથી ગુજરાતને આજરોજ તા. 27/3/2021 ના રોજ કોવિશિલ્ડ રસીના 18,00,000 ડોઝનો જથ્થો મળ્યો છે. આ જથ્થા સહિત આજ દિન સુધી ગુજરાત રાજ્યને કોવિશિલ્ડ રસીના 57,06,970 ડોઝ અને કોવેક્સિન રસીના 9,82,200 ડોઝનો જથ્થો મળ્યો હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલે જણાવ્યું છે.

નીતિનભાઈ  પટેલે જણાવ્યું છે કે, ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી સુચના મુજબ તા. 1લી માર્ચ, 2021ના રોજ થી 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા (તા. 1.01.2022 સ્થિતિએ) તથા 45થી 59 વર્ષ ઉંમરના અન્ય રોગ રાવતા (ઉંમર-1.1.2022 સ્થિતિએ અને બીમારી અંગેનું ડોક્ટરનું પ્રમાણપત્ર) નાગરિકોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યુ હતું.

ગુજરાતમાં આજરોજ તા. 27/03/2021ના રોજ સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 1,64,599 રસીના ડોઝ અને તા 26/03/2021 સુધીમાં કુલ 48,94,027 ડોઝ એમ મળી તા. 27/03/2021ના સાંજે 4 વાગ્યા સુધી કુલ 50,58,626 રસીના ડોઝ લાભાર્થીઓને આપવામાં આવેલ છે

નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યુ કે રાજ્યમાં 10,03,050 કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો સિરમ ઈન્સ્ટીટયુટ, પુના દ્વારા ગુજરાતને ઉપલબ્ધ થયો છે જે અમદાવાદ,રાજકોટ,સુરત અને વડોદારા ખાતે પહોચતો કરાશે. ત્યારે આગામી તા.1લી.એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને કોવિડની રસી આપવાની શરૂઆત થવાની છે ત્યારે સો નાગરિકોને આ રસી લેવા તેમણે અપીલ પણ કરી છે.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે રાજ્ય સરકાર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી ગુજરાત પ્રવેશ ઇચ્છુક તમામ નાગરિકોએ RTPCR ટેસ્ટ ફરજિયાત કરાવેલો હોવો જરૂરી છે અને જે નાગરિકોનો ટેસ્ટ નેગેટિવ હશે તેને જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાતમાં આવતા તમામ વ્યક્તિઓએ પ્રવેશના છેલ્લા 72 કલાકમાં RTPCR ટેસ્ટ કરાવેલ હોવો જોઇએ અને રીપોર્ટ નેગેટિવ હોવો અનિવાર્ય છે.

(10:19 pm IST)