Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

રાજયમાં 52 વૃક્ષોને હેરીટેજ તરીકે જાહેર કરાયા : વડોદરા, જૂનાગઢ અને દંડ જિલ્લામાં સૌથી વધુ

જિલ્લાવાર કોઇ વુક્ષોને હેરીટેજ જાહેર કરાયા નથી પરંતુ વૃક્ષો હેરીટેજ જાહેર : જાણો વૃક્ષનું નામ અને સ્થળોની યાદી

અમદાવાદ :રાજયમાં હેરીટેજ સીટી, હેરીટેજ મોન્યુમેન્ટ તેમ જ હેરીટેજ બિલ્ડીંગ જાહેર કરવામાં આવે છે. તે જ રીતે રાજયમાં 52 વુક્ષોને પણ હેરીટેજ વૃક્ષો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જો કે જિલ્લાવાર કોઇ વુક્ષોને હેરીટેજ જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ વૃક્ષોને હેરીટેજ જાહેર કરાયા છે.

પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ તરફથી વિધાનસભામાં અતાંરાકિત પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, રાજયમાં જિલ્લાવાર કયાં કયાં વુક્ષોને હેરીટેજ વૃક્ષ તરીકે જારેર કરવામાં આવ્યા છે. આ વૃક્ષોનું સંરક્ષણ માટે રાજય સરકારે શું પગલાં લીધાં છે. આ પ્રશ્નોનો વનમંત્રીએ જવાબ આપતાં જણાવ્યું છે કે, ગુજરાતમાં વન વિભાગની સામાજિક વનીકરણ પાંખ દ્વારા 52 ( બાવ્વન ) વુક્ષોને હેરીટેજ વૃક્ષ તરીકે ઓળખવામાં આવ્યા છે. આ વુક્ષોનું સંરક્ષણ માટે સ્ટાફ દ્વારા સતત ધ્યાન રાખવામાં આવે છે. લોકોનો સહાકર મેળવવા જનજાગૃતિ અભિયાન માટે શિબિર યોજવામાં આવે છે. ગ્રામ પંચાયત અને સ્થાનિક ગ્રામજનોનો સંપર્ક કરી વૃક્ષોનુ મહત્વ સમજાવી તેના સંરક્ષણ માટે માહિતગાર કરવામાં આવે છે.

આ 52 ( બાવ્વન ) હેરીટેજ વૃક્ષો પૈકી ભરૂચમાં 1, ગાંધીનગર-2, તાપીમાં 3, સાબરકાંઠામાં 3, વડોદરા જિલ્લામાં 6, નવસારીમાં 3, સુરતમાં 1, જૂનાગઢમાં 6, ભાવનગરમાં -1, નર્મદામાં 4, વલસાડમાં 2, દાહોદમાં પણ 2, નડીયાદમમાં, 3, મહેસાણામાં 3, સુરેન્દ્નનગરમાં 1, ડાંગમાં 6 અને પંચમહાલમાં 2, તથા અમદાવાદ, બનાસકાંઠા અને પાટણમાં એક એક હેરીટેજ વૃક્ષ છે

 

જિલ્લો ઓળખવામાં આવેલ હેરીટેજ વુક્ષ  સ્થળ
ભરૂચ કબીર વડ  માંગલેશ્વર
ગાંધીનગર કંથારપુર વડ  ગામ કંથાર, તા. દહેગામ
તાપી ઘાટા વડ ગામ ઘાટા, તા. વ્યારા
તાપી બહેડા   ગામ-સાંઢકુંવા, તા. સોનગઢ
તાપી મહુડો ગામ- કાલાઘાટ, તા. સોનગઢ
સાબરકાંઠા રાણા પ્રતાપ વડ ગામ-ખોખા, તા. વિજયનગર
સાબરકાંઠા રૂખડો  ગામ-ચિતરીયા પાલ, તા. વિજયનગર
સાબરકાંઠા પીપડો વિરેશ્વર મંદિર, તા. વિજયનગર
વડોદરા વડ વડોદરા સીટી
વડોદરા બહેડા ગામ- ટુંડવા, તા. છોટા ઉદેપુર
વડોદરા કેવડી બહેડા  ગામ- કેવડી ફોરેસ્ટ, તા. છોટા ઉદેપુર
વડોદરા સાગ ગામ- ટુંડવા, તા. છોટા ઉદેપુર
વડોદરા મહુડા ગામ- ચીસાડીયા, તા. છોટા ઉદેપુર
વડોદરા રૂટલેસ વડ હમ્પેશ્વર મહાદેવ મંદિર, તા. કવાંટ
નવસારી દાંડી વડ ગામ – દાંડી
નવસારી રેઇન ટ્રી ગામ-વાંસદા, તા. વાંસદા
નવસારી શીંગલીંગી બીલીમોરા, ( ગણદેવી )
સુરત રૂખડા એલ.પી. સવાની રોડ
જૂનાગઢ રૂખડા ગામ-હુસેનબાદ, તા. માંગરોલ
જૂનાગઢ કડાયા દધલા આંબાવાડી ખોડિયાર ( બાબરિયા રેન્જ )
જૂનાગઢ બોરડી સાપનેશ ફોરેસ્ટ બીટ, તા. ગીર
જૂનાગઢ જોધા આંબલી  પીલીપટ ફોરેસ્ટ બીટ ગીર પશ્ચિમ વિભાગ
જૂનાગઢ મહોગની  મઘડી બાગ, તા. જૂનાગઢ
જૂનાગઢ બોરસલ્લી મઘોડી બાગ, જૂનાગઢ યુનિવર્સીટી
ભાવનગર રૂખડા પાલીતાણા શહેર, તા. શિહોર
નર્મદા આંબો ગામ- દુર્વા ( ઝેર )
નર્મદા આંબો  પિપલોદ રેન્જ
નર્મદા સેમલ તરાવ નદી કિનારે, તા.ડેડીયાપાડા
નર્મદા બહેડો મોસડા કેમ્પ સાઇટ, તા. ડેડીયાપાડા
વલસાડ આંબો ગામ-સંજાણ, તા. ઉમરગામ
વલસાડ પીપળો  ગામ-વલીથા ભાદરવાડ, તા. વાપી
દાહોદ સેમલ ગામ-જૂનાવાડિયા, તા. લીમખેડા
દાહોદ મહુડો  ગામ-ચાકલીયા, કગડાખેડી, તા. જાલોદ
નડિયાદ કઠલાલ ઐતિહાસિક લીમડો કઠલાલ ( કપડવંજ )
નડિયાદ આમળા ગામ- ઉતરસંડા, તા. નડિયાદ
નડિયાદ આંબલી ગામ- આલવા, તા. કપડવંજ
મહેસાણા લીમડો ગામ- લુણાવા, જિ. મહેસાણા
મહેસાણા યુનિક વડનગર
મહેસાણા રાયણ  ગામ-વસઇ, તા. વીજાપુર
સુરેન્દ્રનગર લીમડો ગામ- ભેયડા, તા. ધ્રાગંધ્રા
ડાંગ બહેડો બારડીપાડા રેન્જ
ડાંગ સાદડ વઘઇ બોટનીકલ ગાર્ડન, તા. વઘઇ
ડાંગ સાગ પુર્ણા, બરડીપાડા રાઉન્ડ બરડીપાડા
ડાંગ કલામ પુર્ણા વન્ય પ્રાણી અભ્યારણ, બરડાપાડા
ડાંગ કિલાઇ વઘઇ બોટનીકલ ગાર્ડન
ડાંગ ઉંભ બરડીપાડા
પંચમહાલ અર્જુન સાદડ મોરખાખરા જંગલ, તા. ખાનપુર
પંચમહાલ હાળદુ   ગામ- સાતકુન્ડા, તા. સાંતલપુર
અમદાવાદ રાયણ ગામ વહેલાલ, તા. દસક્રોઇ
પાટણ રાયણ ગામ માતપુર, સંડેર રોડ, તા. પાટણ
ગાંધીનગર પીલો ગામ-વદડ, તા. દહેગામ
બનાસકાંઠા જૂનો અને ઉંચો તુલસી પ્લાન્ટ ગામ- નારોલી, તા. થરાદ
(10:07 pm IST)