Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

યુવકે પરિણીતાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારની ઘટના : યુવક પરિણીતા સાથે ફરવા જતો ત્યારે પરિણીતા યુવકના બાઇકમાં પેટ્રોલ પૂરાવતી અને તેને કપડાં અપાવતી હતી

અમદાવાદ,તા.૨૭ : અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતી બે પુત્રોની માતાએ છેલ્લા કેટલાય વર્ષોથી તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી સંબંધ રાખનાર યુવક સામે ફરિયાદ નોંધાવી છે. યુવક છેલ્લા ઘણા વર્ષોથી પરિણીતાને લગ્ન કરવાની લાલચ આપતા હતો અને બાદમાં તેની પર બળાત્કાર ગુજારતો હતો. પરિણીતાના ઘરે કોઈ હોય ત્યારે પણ તેના ઘરે પહોંચી જતો અને તેને અડપલા કરતો હતો. જ્યારે પરિણીતાના ઘરે કોઈ હોય ત્યારે તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો. એટલું નહીં જ્યારે પરિણીતાએ તેની સાથે વાત કરવાની મનાઈ કરી હતી ત્યારે પરિણીતાના બાળકોને સ્કુલે લેવા મુકવા જવા માટે સ્કૂલ વાન બાંધી હતી તેનો ડ્રાઇવર યુવક બની ગયો હતો.

અને બાદમાં અવનવા પ્રેમ ભર્યા અને દુઃખ ભર્યા મેસેજ કરી પરિણીતાને પ્રેમ કરવા મજબૂર કરી હતી. બાદમાં પરિણીતાને અલગ-અલગ હોટલોમાં અને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ બળાત્કાર પણ ગુજાર્યો હતો. જ્યારે યુવક પરિણીતા સાથે ફરવા જતો ત્યારે પરિણીતા યુવકના બાઇકમાં પેટ્રોલ પૂરાવતી અને તેને કપડાં પણ અપાવતી, સાથે સાથે હોટલમાં જમવાનો ખર્ચ પણ તે ઉપાડતી હતી. છતાંય એક દિવસ રિવરફ્રન્ટ ઉપર બોલાવી તેને માર માર્યો હતો. સમગ્ર બાબતને લઈને મેઘાણીનગર પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતી ૩૨ વર્ષીય પરિણીતા તેના પરિવાર સાથે રહે છે. તેના પરિવારમાં પતિ બે બાળકો અને સાસુ છે અને હાલમાં તે ચાંદખેડા ખાતે એક ઓફિસમાં ચાર મહિનાથી સેલ્સ અને ટેલી તરીકે નોકરી કરે છે. વર્ષ ૨૦૦૭માં પરિણીતાના લગ્ન થયા હતા અને બાદમાં તે સાસરે રહેવા ગઇ હતી. વર્ષ ૨૦૧૪માં ભાર્ગવ રોડ ઉપર શાકમાર્કેટ ભરાતું હોવાથી પરિણીતા રોજ સાંજે શાકભાજી લેવા માટે જતી હતી. તે સમયે ભાર્ગવ રોડ ઉપર એક શખ્સ બાઈક પર આવતો જતો હતો અને તે પરિણીતા સામે જોયા કરતો હતો અને હસી ને જતો રહેતો હતો. યુવકે ત્રણ મહિના સુધી પરિણીતા સાથે પ્રકારનો વ્યવહાર કર્યો હતો અને બાદમાં પરિણીતાનો મોબાઈલ નંબર કોઈ દ્વારા મેળવીને તેને ફોન ઉપર અને વોટ્સએપ મેસેજ કરતો હતો. દરમિયાન ફોન ઉપર શખ્સે પરિણીતા ને કહ્યું કે તેને લાઈક કરે છે. જેથી પરિણીતા તેને ફોનમાં ધમકાવ્યો હતો અને વાતચીત કરવા માટે થઈ કહીને ફોન કાપી નાખ્યો હતો.

(7:37 pm IST)