Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

આધેડના ૧૦ હજાર રૂપિયા લઈને ગઠિયાઓ રફુચક્કર

અમદાવાદના રસ્તા પર કોઈ સરનામું પૂછે તો ચેતજો : બે વ્યક્તિઓએ આધેડને સરનામું પૂછવાના બહાને રોક્યા અને ત્રીજો ગઠિયો રીક્ષા લઈને આવ્યો, ૧૦૦૦૦ ગુમાવ્યા

અમદાવાદ,તા.૨૭ : અમદાવાદ શહેરમાં વહેલી સવારે એકલદોકલ જતા વ્યક્તિઓને રોકીને સરનામું પૂછવાના બહાને તેઓને વિશ્વાસમાં લઇ તેમની કિંમતી વસ્તુઓ અથવા તો રૂપિયા પડાવતી ગેંગનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સતત બીજા દિવસે પ્રકારની મોડસ ઓપરેન્ડીથી છેતર પંડી નો કિસ્સો શહેરમાં જોવા મળે છે. મૂળ રાજસ્થાનના રહેવાસી મુકેશભાઈ સાલવી ને છેલ્લા દોઢેક વરસથી ફેફસાની બીમારી હોવાથી ડ્રાઈવિંગ રોડ પર આવેલ એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. તેમની એપોઇન્ટમેન્ટ હોવાથી તેઓ વહેલી સવારે રાજસ્થાનથી અમદાવાદ આવ્યા હતા અને ચાલતાં-ચાલતાં હેલ્મેટ સર્કલથી ડ્રાઇવિંગ સિનેમા તરફ જઈ રહ્યા હતા.

ત્યારે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ નજીક તેઓને એક વ્યક્તિ મળ્યા હતા. તેણે ફરિયાદીને પૂછેલ કે ભૈયા યહા પે લક્ષ્મી માતા કા મંદિર કહા પે હૈ. જો કે ફરિયાદી પોતે રાજસ્થાનના હોવાનું કહેતાં ગઠિયો ચાલતા ચાલતા આગળ નીકળી ગયો હતો. બાદમાં તરત બીજો એક ગઠિયો આવ્યો હતો અને ફરિયાદીને કહેલ કે પેલા ભાઈ તમને શું પૂછતા હતા. તેઓ છેલ્લા ચારેક દિવસથી રીતે લક્ષ્મી માતાનું મંદિર શોધી રહ્યા છે. એમ કહીને ચા પીવડાવવાનું કહીને બીજો ગઠિયો ફરિયાદી ને પેલા વ્યક્તિ પાસે લઈ ગયો હતો. જ્યાં અન્ય એક વ્યક્તિ રિક્ષા લઇને આવ્યો હતો.

જો કે દરમિયાન ફરિયાદી ને મળેલ પહેલા ગઠીયા આશિર્વાદ આપવાનું કહીને બીજા ગઠીયા પાસે થી રૂપિયા માંગ્યા હતા અને પડીકું કરી પરત કરી પડીકા ની પૂજા કરવા માટે કહ્યું હતું. ફરિયાદી પણ ગઠિયાઓની વાતો માં આવી જતાં તેમણે પોતાની પાસે રહેલ રૂપિયા ૧૦,૦૦૦ ગઠિયાને આપ્યા હતા. જેથી ગઠિયાએ તેઓને એક કાગળમાં પડીકું કરીને આપ્યું હતું અને કહ્યું હતું કે પડીકા ની ઘરે જઈને પૂજા કરજો. તેમ કહેતા ફરિયાદી ગઠિયાને નમીને પગે પણ લાગ્યો હતો. બાદમાં ત્રણે જણા રિક્ષામાં બેસીને નીકળી ગયા હતા. જ્યારે ફરિયાદીને શંકા જતાં તેણે પડીકું ખોલી જોતા અંદર કાગળના ટુકડાનું બંડલ હતું. જે ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે અંગે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

(7:36 pm IST)