Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ખેડૂત નેતા યુદ્ધવીર સિંહનો ઉસ્તાહ બુલંદ : કહ્યું - રાત્રે ગીધ ગમે તેટલુ બુમો પાડે પરંતુ સવારે તો સિંહનો જ દબદબો હોય

કૃષિ કાયદાના વિરોધમાં સક્રિય યુદ્ધવીરસિંહ વિશે જાણવા જેવું : પત્રકાર પરિષદમાં જ પોલીસ ઉઠાવી ગયેલ

અમદાવાદમાં સંયુક્ત કિસાન મોરચાના મહાસચિવ યુદ્ધવીર સિંહે પત્રકાર પરિષદ કરી હતી. આ દરમિયાન પોલીસ ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે ઉઠાવી ગઇ હતી. જોકે, સાંજે તેમણે છોડી મુકવામાં આવ્યા હતા. દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલન સંદર્ભે આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ દરમિયાન જાણવુ જરૂરી છે કે કોણ છે ખેડૂત નેતા યુદ્ધવીર સિંહ અને તેમની પોલીસ દ્વારા અટકાયત થતા રાકેશ ટિકૈત સહિતના ખેડૂત નેતાઓએ કેમ ગુજરાત સરકાર સામે પોતાનો અવાજ ઉઠાવવો પડ્યો અને ગુજરાત મોડલની ટિકા કરવી પડી

ખેડૂત આંદોલનનો અવાજ બનેલા યુદ્ધવિર સિંહ લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે, તેમણે પીએમ રહેલા ચૌધરી ચરણસિંહ સિવાય ખેડૂત નેતા મહેન્દ્રસિંહ ટિકૈત સાથે પણ કામ કર્યુ છે. તે જાટ મહાસભાના મહાસચિવ છે. વર્તમાન સમયમાં તે રાકેશ ટિકૈત સાથે મળીને સરકાર વિરૂદ્ધ આંદોલન ચલાવી રહ્યા છે.

મોદી સરકાર વિરૂદ્ધ આંદોલનકારી યુદ્ધવીર સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે જ્યાર સુધી ત્રણ કાળા કાયદા પરત લેવામાં નહી આવે ત્યાર સુધી આંદોલનને પૂર્મ કરવામાં નહી આવે. યુદ્ધવીર સિંહનું કહેવુ છે કે સરકારે ખેડૂતોનો અવાજ સાંભળવો પડશે. યુદ્ધવીર સિંહ કહે છે, ઔકાતની તો સમય આવતા ખબર પડે છે. રાત્રે ગીધ ગમે તેટલુ બુમો પાડે પરંતુ સવારે તો સિંહનો જ દબદબો જોવા મળે છે

યુદ્ધવીર સિંહનો જન્મ દક્ષિણી દિલ્હીના મહિપાલપુર ગામમાં થયો છે. તે પોતાની યુવાવસ્થામાં ચૌધરી ચરણસિંહ સાથે જોડાયા હતા. ઓલ ઇન્ડિયા જાટ મહાસભા સાથે સબંધ રાખનારા યુદ્ધવીર સિંહ સહરાવતની ઉંમર 60 વર્ષ છે. મૂળ ખેતી કરનારા યુદ્ધવીર સિંહ સહરાવત દિલ્હીના મહિપાલપુરમાં રહે છે, તેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ છે. તે રાષ્ટ્રીય લોકદળના જનરલ સેક્રેટરી પણ રહી ચુક્યા છે. અત્યારે તે ભારતીય કિસાન યૂનિયનના રાષ્ટ્રીય મહાસચિવ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે  યુદ્ધવીર સિંહની શુક્રવારે અમદાવાદ પોલીસે પત્રકાર પરિષદ દરમિયાન અટકાયત કરી હતી. ભાકિયુ સાથે જોડાયેલા ખેડૂતોએ તેના વિરોધમાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસને પુરી રીતે બંધ કરવાની જાહેરાત કરી હતી. ખેડૂતોનું કહેવુ હતું કે જ્યાર સુધી યુદ્ધવીર સિંહને છોડવામાં નથી આવતા ત્યાર સુધી એક્સપ્રેસ વેને બંધ રાખવામાં આવશે. ખેડૂતો આ રીતે સરકારથી ડરવાના નથી. જોકે, રાત્રે યુદ્ધવીર સિંહને છોડી દેવામાં આવ્યા હતા.

રાકેશ ટિકૈતે તેમની ધરપકડનો વિરોધ કરતા કહ્યુ કે, મીડિયા સામે યુદ્ધવીરને ઉઠાવીને લઇ જવામાં આવ્યા, જો યુદ્ધવીરને છોડવામાં ના આવ્યા તો ગુજરાતમાં જઇને લોકોને આઝાદ કરાવીશું.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ યુદ્ધવીર સિંહ સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી હતુ. આ દરમિયાન તેમણે સરકાર પર પ્રહાર કર્યા હતા. શંકરસિંહ વાઘેલાએ કહ્યુ કે, ગુજરાતમાં કોરોના વિસ્ફોટ ભાજપના કાર્યક્રમોએ કર્યો અને દંડ જનતાને મળી રહ્યો છે

(7:24 pm IST)