Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે 'આપ 'ના ઉમેદવાર જાહેર

કુલ 11 વોર્ડમાં 44 બેઠકો માટે જામશે ત્રિપાંખિયો જંગ : ભાજપ અને કોંગ્રેસ પહેલા સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવારો જાહેર

ગાંધીનગર : ગાંધીનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે આમ આદમી પાર્ટીએ તેના સંભવિત ઉમેદવરોની યાદી જાહેર કરી છે

 રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે બાદ ગાંધીનગર મહાનગરપાલિકામાં  આજથી ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ચૂંટણી માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. ગાંધીનગર મહાનગરપાલિકામાં 11 વોર્ડની 44 બેઠકની ચૂંટણી યોજાશે. અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં 2.82 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર થયેલા કાર્યક્રમ પ્રમાણે પહેલી એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. ત્રીજી એપ્રિલે ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરાશે. 5મી એપ્રિલે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાનો અંતિમ દિવસ છે. 18 એપ્રિલના રોજ 284 જેટલા મતદાન મથકો ઉપર મતદાન યોજવામાં આવશે. અને 20મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે.

(7:22 pm IST)