Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

અમદાવાદમાં બાળકોને સ્‍કુલે લેવા-મુકવા આવતા રિક્ષા ચાલક સાથે પ્રેમ થયોઃ દુષ્‍કર્મ આચર્યા બાદ માર મારતા મહિલાએ પોલીસમાં ફરિયાદ કરતા રિક્ષા ચાલક બ્રિજેશ રાજુ રાંગીતની ધરપકડ

અમદાવાદ: શહેરના મેઘાણીનગરમાં રહેતી 32 વર્ષીય બે દીકરાની માતાને એક યુવક સાથે મિત્રતા થઈ હતી. બાદમાં મહિલા સાથે 2015 થી અત્યાર સુધી અલગ અલગ જગ્યા પર લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યું હતું. મહિલાના પૈસે જ યુવક ખરીદી કરતો ફરતો અને બાદમાં તેને જ માર મારી પરેશાન કરતા આખરે મામલો પોલીસ સ્ટેશનમાં પહોચ્યો હતો. આ અંગે મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. રીક્ષા ચાલક બાળકોને સ્કૂલે મુકવા જતા મહિલાની આંખ મળી ગઈ હતી.

મેઘાણીનગર વિસ્તારમાં 32 વર્ષીય મહિલા તેના પતી અને બે સંતાન સાથે રહે છે. મહિલા છેલ્લા કેટલાક સમયથી નોકરી કરે છે. મહિલાના લગ્ન 2007માં રિતરીવાજ મુજબ થયા હતા. વર્ષ 2014 થી એક યુવક મહીલાને જોઈને હસતો હતો. આ યુવક રીક્ષા લઇ મહિલાના બે બાળકોને સ્કૂલે મુકવા જતો હતો. આ દરમિયાન પરિચયમાં આવી જતા બન્નેની આંખ મળી ગઈ હતી.

દરમિયાનમાં ઘરમાં જ રીક્ષા ચાલક આવી જઈ મહીલા સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. મહિલાના પતિ અને પરિવારને જાણ કરવાની ધમકી આપી નરોડા અને શાહીબાગની હોટેલમાં લઇ જઇ મહિલા સાથે દુષ્કર્મ ગુજરતો હતો. આખરે મહિલાને રિવરફ્રન્ટ બોલાવી તેને ગાડદા પાટુનો માર માર્યો હતો. આખરે મહિલાએ આ અંગે ગુનો નોંધાવતા મેઘાણીનગરના રીક્ષા ચાલક બ્રિજેશ રાજુ રાંગીતની પોલીસે ધરપકડ કરી હતી.

(6:50 pm IST)