Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

સુરત રેન્જની અકસ્માતો નિવારવા પોલીસની મેગા ઝુંબેશથી લોકોમાં ખુશી: બેફામ ચાલતા ફસ્ટ ટ્રેક પર ટ્રકો પર પોલીસની લગામ લાગતા અકસ્માત અટકશે

સુરત રેન્જ એડી ડીજી ડો રાજકુમાર પાંડિયનની સૂચના અને માર્ગદર્શન હેઠળ અનેક જીવો બચશે: સમગ્ર દક્ષિણ ગુજરાતના પોલીસ મથકોએ ટ્રાફિકના કુલ 5517 કેસો કરી વાહન ચાલકોને સબક શિખવ્યો

(કાર્તિક બાવીશી દ્વારા )સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાઇવેના અકસ્માતો અટકાવવા દક્ષિણ ગુજરાતની પોલીસે સતત વાહન ચેકિંગ હાથ ધર્યું હતુ. તેમણે પ્રથમ લાઇનમાં ચાલતા વાહનો, હેલ્મેટ વિનાના ડ્ર્રાઇવરો વગેરે સામે એક સપ્તાહમાં કુલ 5517 કેસ કરી રૂ. 41.6 લાખનો દંડ વસૂલ્યો હતો. સુરત રેન્જ એડી ડીજી ડો રાજકુમાર પાંડિયનની સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર દક્ષિણ ગુજરાતના પોલીસ મથકોએ ટ્રાફિકના કુલ 5517 કેસો કરી વાહન ચાલકોને સબક શિખવ્યો હતો. તેમણે હેલ્મેટ વિના ફરનારાના 1260 કેસ કર્યા હતા. જ્યારે બીજી તરફ 367 હેલ્મેટનું વિતરણ પણ કર્યું હતુ. તેમના દ્વારા કોર્ટનો રૂ. 6.32 લાખનો દંડ જ્યારે રૂ. 29.52 લાખનો દંડ સ્થળ પર જ વસૂલ્યો હતો. આ સિવાય તેમણે આરટીઓમાં રૂ. 5.76 લાખનો દંડ ભરાવ્યો હતો. તેમની આ મેગા ડ્રાઇવને લઇ અકસ્માતો અટકાવવાનો મોટો પ્રયાસ કરાયો હતો.

(6:26 pm IST)