Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

સુરત:માર્કેટમાં ઉધાર માલના પેમેન્ટ પેટે આપેલ અલગ અલગ ચેક રિટર્નના કેસમાં અદાલતે બે આરોપી પેઢીના સંચાલકોને એક વર્ષની કેદની સજાની સુનવણી કરી

સુરત: શહેરમાંટેક્સટાઈલ માર્કેટમાં ઉધાર માલના પેમેન્ટ પેટે આપેલા અલગ અલગ ચેક રીટર્નના કેસોમાં સંડોવાયેલા આરોપી પેઢીના સંચાલકોને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે દોષી ઠેરવી કેદ અને દંડનો હુકમ કર્યો હતો.

યાર્ન વેચાણના ધંધા વ્યવસાય સાથે સંકળાયેલા ગ્લોબ-2015માં ઉધાર યાર્નનો જથ્થો વેચાણ આપ્યો હતો. જેના પેમેન્ટ પેટે આરોપી પેઢીના કારભારી વિકાસ યાદવે આપેલા 12 ચેક રીટર્ન થતાં કોર્ટ ફરિયાદ નોંધાવી હતી. સુનાવણી બાદ કોર્ટે આરોપીને એક વર્ષની કેદ અને ફરિયાદીને રૃા.1.25 કરોડ વળતર પેટે ચૂકવવા અને કસૂર કરે તો વધુ ત્રણ માસની કેદનો હુકમ કર્યો હતો

જ્યારે અન્ય કેસમાં જી.જી.ઈન્ડસ્ટ્રીઝ,કાવ્યા ફ્રેબિક્સ સહિત અન્ય પેઢીઓના ફરિયાદી પાવરદાર આનંદ પન્નાલાલ ગોયલે કનૈયાલાલ સિલ્ક મીલ્સના સંચાલક કમલ હરકિશન મંત્રીને વર્ષ-2015માં ઉધાર સાડીના પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્ન થતા આરોપી કમલ મંત્રી વિરુધ્ધ 7 જેટલા ચેક રીટર્ન અંગે કોર્ટ ફરિયાદ નોંધાવી હતી. કોર્ટે આરોપીને એક વર્ષની કેદ તથા ફરિયાદીને કુલ રૃ.84.56. લાખ વળતર પેટે ચુકવવા હુકમ કર્યો છે. જો આરોપી વળતર ચુકવવામાં કસુર કરે તો વધુ ત્રણ માસની કેદની સજા ભોગવવા  હુકમ કર્યો છે.

(5:07 pm IST)