Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

વડોદરાના સમા સાવલી રોડ નજીક મોર્નીગ વોકમાં નીકળેલ મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તફડાવી ગઠિયો છૂમંતર.......

વડોદરા: શહેરના  સમા સાવલી રોડ ઉપર વહેલી સવારે મોર્નિંગ વોકમા નીકળેલી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન અને કાનની બુટ્ટી ખેંચી બાઇક ઉપર ધસી આવેલા બે લૂટારુ ફરાર થઇ ગયા હતા.

તાલુકા પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે સમા-સાવલી રોડ ઉપર વેમાલી ગામમા આવેલ ડી-203 રત્નામ એલીગન્સમા મમતાબેન સંતોષભાઈ ઓઝા (ઉ. 40) પરિવાર સાથે રહે છે અને વેપાર કરે છે. તેઓ રોજ સવારે પોતાના વિસ્તારમાં મોર્નિંગ વોકમાં નીકળે છે. મમતાબેન ઓઝા રાબેતા મુજબ વહેલી સવારે છ વાગ્યાના સુમારે પોતાના વિસ્તારમાં મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા.

દરમિયાન મોટરસાયકલ સવાર બે યુવાનો તેમની પાસે ધસી આવ્યા હતા. અને તેઓ સાથે ઝપાઝપી કરીને તેમના ગળામાંથી સોનાની ચેન અને કાનની બુટ્ટીઓની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. મમતાબેને, લૂંટ ચલાવી ફરાર થઇ ગયેલા લૂંટારૂઓને ઝડપી પાડવા માટે બુમરાણ મચાવી હતી પરંતુ વહેલી સવારે કોઈ ન હોવાને કારણે લૂંટારાઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા.

લૂંટારુંઓનો ભોગ બનેલા મમતાબેન ઓઝાએ તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા બાઇક સવાર બે લૂંટારૂઓ સામે રૂપિયા 45 હજારની કિંમતના 10 ગ્રામના સોનાના દાગીનાની લૂંટની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મમતાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે લુંટારુ આશરે 35 થી 40 વર્ષની ઉંમરના હતા. પોલીસે લૂંટનો ભોગ બનેલા મમતાબેનની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

(5:04 pm IST)