Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બકતાવાસમાં કારમાં બેઠેલ મુસાફરને વાતોમાં વસાવી ભેજાબાજે 3.20 લાખના દાગીના સેરવી લેતા ગુનો દાખલ

છોટાઉદેપુર: જિલ્લાના સંખેડા તાલુકાના બકતાવાસ નૈનપુરના વતની અને હાલ મહેમદાવાદ નજીક ગામમાં રહેતા યુવાન વતન નૈનપુર જવા નીકળ્યો હતો. વડોદરાના કપુરાઈ ચોકડીથી કારમાં બેઠો ત્યારે કારચાલક સહિતના મુસાફરોએ વાત - વાતમાં તેની પાસેથી રોકડ અને દાગીના મળી રૂ. 3.20 લાખની મત્તા સેરવી લીધા હતા.

મળતી વિગતો અનુસાર 63 વર્ષીય બળવંતભાઈ ભયજી ભાઈ બારીયા નોકરીના કારણે હાલમાં ખેડા જિલ્લાના મહેમદાવાદ નજીકના નેનપુર બકતાવાસમાં રહે છે. ગત રોજ સવારે 11 વાગ્યે તેઓ પોતાના વતન જવા વડોદરા આવ્યા હતા. અને કપુરાઇ ચોકડી ચોકડીએ વાહનની રાહ જોતા હતા. દરમિયાન લાલ રંગની એક કાર આવી હતી. 

આ કારના આગળના કાચના ભાગે બાપા સીતારામ લખેલુ હતુ. તે કારના ડ્રાઇવરની ઉમર આશરે ઉ.વ. 30 થી 32 વર્ષ તથા ડ્રાઇવરની બાજુમા બેસેલા ઇસમની ઉ.વ.આશરે 30 થી 35ની હતી. બળવંતભાઈ વેગા ચોકડી સુધી જવા માટે તે કારમાં બેઠા હતા. ત્યારે તેઓની સાથે પાછળની સીટ પર આશરે 40 વર્ષનો એક યુવાન હતો. તેમજ બાજુમા 35 વર્ષની ઉંમરની એક મહિલા બેઠી હતી. 

કાર ધૂલોડવા માંડી હતી. બધા વચ્ચે સામાન્ય વાતચીત ચાલતી હતી. દરમિયાન વેગા ચોકડી પહોંચતા બળવંતભાઈ નીચે ઉતર્યા હતા. ત્યારે તેઓને જાણ થઈ હતી કે તેમની પાસે રહેલા સોનાના દાગીના પૈકી 20 ગ્રામનો 40 હજારની કિંમતનું સોનાનુ લોકેટ, 75 હજારની કિંમતનું 22 ગ્રામનું બીજું એક સોનાનુ લોકેટ, 1.20 લાખની કિંમતનો 35 ગ્રામના વજનનો એક સોનાનો હાર, તેમજ 18 ગ્રામનો 60 હજારની કિંમતનો એક સોનાનો દોરો જેની સાથે સુર્યનુ પેંડલ સાથે (સાંકળ ભાતનો) તથા પાંચ ગ્રામની 20 હજારની કિંમતની એક સોનાની વિંટી મળી કુલ રૂ. 3,15000 ના દાગીના તથા આઠ હજાર રોકડા મળી રૂપિયા 3.23 લાખ નીમતા બળવંતભાઈ ની ધ્યાન બહાર સેરવી લીધી હતી. 

(5:03 pm IST)