Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

પત્નીને વીડિયો કોલ કરીને પ્રેમિકા સાથે લંપટ પતિએ માણ્યું શરીર સુખ

પત્નીએ સ્ક્રીન શોટ લઈને અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી : છૂટાછેડા લેવા ઇચ્છુક પતિની કરતૂત જોઈ પોલીસ પણ ચોંકી

સુરત: શહેરમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેને સાંભળીને સૌ કોઈ ચોંકી જશે. “પતિ, પત્ની ઔર વો”ના આ કિસ્સામાં લંપટ પતિએ પત્નીનો વીડિયો કોલ કરીને પોતાની પ્રેમિકા સાથે શરીર સુખ માણ્યું હતું. આ દરમિયાન પત્નીએ સ્ક્રીન શોટ લઈને અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. Surat extra marital affair

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના અમરોલી વિસ્તારમાં પોતાની માતાને ત્યાં રહેલી યુવતીએ પોતાના બેવફા પતિ અને અડાજણ વિસ્તારમાં રહેતી પતિની પ્રેમિકા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસ ફરિયાદ મુજબ, આ યુવતીએ 2009માં મનોજ નામના યુવક સાથે પ્રેમલગ્ન પ્રેમલગ્ન કર્યા હતા. જેના થકી તેમને બે સંતાનો છે. જો કે છેલ્લા કેટલાક દિવસોથી મનોજનો અડાજણ વિસ્તારમાં રહેતી અન્ય કોઈ યુવતી સાથે પ્રેમ પાંગર્યો હતો.

આ મામલે સમજાવવા જતા પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. મનોજ પણ પત્નીને છોડીને પ્રેમિકા સાથે જતો રહ્યો હતો અને પોતાને છૂટાછેડા નહીં આપે ત્યાં સુધી ઘરે આવવાનો ઈન્કાર કર્યો હતો. આખરે પતિની કરતૂતની કંટાળી યુવતી પોતાની માતાના ત્યાં રહેવા આવી ગઈ હતી.

જો કે પત્ની પાસેથી છૂટાછેડા લેવા માંગતા લંપટ પતિની કરતૂત જોઈનો પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી. ફરિયાદી પત્નીનો આક્ષેપ છે કે, પતિ મનોજે વીડિયો કોલ કરીને ચાલુ ફોન પર પ્રેમિકા સાથે શરીર સબંધ બાંધ્યા હતા. આ દરમિયાન તેણીએ સ્ક્રિન શોટ લઈ લીધા છે. જેના આધારે યુવતીએ પોતાના પતિ અને તેની પ્રેમિકા વિરુદ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

(1:21 pm IST)