Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

અમદાવાદમાં વાહનોની રફ્તાર પર બ્રેક : મુખ્યમાર્ગો પર કોઈપણ વાહન ચાલક હવે ફૂલ સ્પીડમાં નહીં હંકારી શકે.

પોલીસ કમિશનરે ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલરની સ્પીડ લિમિટ માટે જાહેરનામું બહાર પાડ્યું: ટૂ-વ્હીલર ચાલક માટે 60 કિમી પ્રતિ કલાક અને ફોર વ્હીલર માટે 40 કિમી પ્રતિકલાકની ઝડપ નક્કી

અમદાવાદ: ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અકસ્માતની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. બેફામ ગતિએ દોડતા વાહનની ટક્કરથી અનેક નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે, ત્યારે હવે અમદાવાદના મુખ્ય માર્ગો પર કોઈ પણ વાહન ચાલક પોતાના વાહનને ફૂલ સ્પીડમાં નહીં હંકારી શકે. અમદાવાદ પોલીસ કમિશનરે ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલરની સ્પીડ લિમિટ માટે જાહેરનામું બહાર પાડ્યું છે

  આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને લોકોની સલામતી માટે સ્પીલ લિમિટનું જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ શહેરી વિસ્તારમાં ટૂ-વ્હીલર ચાલક માટે 60 કિમી પ્રતિ કલાક અને ફોર વ્હીલર માટે 40 કિમી પ્રતિકલાકની ઝડપ નક્કી કરવામાં આવી છે.

  જ્યારે 8 કરતાં વધુ બેઠક ધરાવતાં વાહનોની 70 કિલોમીટર પ્રતિ કલાક, ટ્રાન્સપોર્ટેશન વ્હીકલ 60 કિલોમીટર પ્રતિ કલાક, ટ્રેક્ટર 30 કિલોમીટર પ્રતિ કલાક અને કેબ ચાલક 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પોતાનું વાહન હંકારી શકશે. જો નિયત કરતાં વધારે સ્પીડ હશે, તો ટ્રાફિક પોલીસ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે અને આકરો દંડ પણ વસૂલ કરશે.

રાજકોટમાં પણ વાહનોની સ્પીડ નક્કી કરવામાં આવીehicle Speed Limit
→ પેસેન્જર વ્હીકલ ડ્રાઇવર સાથે કુલ 8 સીટ સુધી હોય તો 70 કિમી પ્રતિકલાક
→ પેસેન્જર વ્હીકલ ડ્રાઇવર સાથે કુલ 9 સીટથી વધુ હોય તો 60 કિમી પ્રતિકલાક
→ ગુડ્સ વ્હીકલ માટે 60 કિમી પ્રતિકલાક
→ ટ્રેક્ટર માટે 30 કિમી પ્રતિકલાક
→ ટૂ-વ્હીલર માટે 50 થી 60 કિમી પ્રતિકલાકcle Speed Limit
રાજ્યમાં છેલ્લા 2 વર્ષોમાં 30,337 માર્ગ અકસ્માત સર્જાયા, જેમાં 13,456 લોકોના મોત નીપજ્યા છે. એટલે કે, પ્રતિદિન સરેરાશ 18થી વધુ લોકોનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્યના પ્રશ્ન પર સરકારે આપેલા જવાબમાં આ આંકડા સામે આવ્યા છે.

ગુજરાતમાં છેલ્લા બે વર્ષોમાં અમદાવાદમાં સૌથી વધુ 3569 અકસ્માત થયા છે. જેમાં 1351 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજા ક્રમે સુરતમાં 2698 માર્ગ અકસ્માતમાં 1237 લોકોના મોત થયા છે. આજ રીતે વડોદરામાં 2161 માર્ગ અકસ્માતમાં 908ના મોત, રાજકોટમાં 1612 અકસ્માતમાં 655ના મોત થયા છે. જ્યારે રાજ્યમાં સૌથી ઓછા 95 માર્ગ અકસ્માત ડાંગ જિલ્લામાં નોંધાયા છે, જેમાં 60થી વધુ લોકો મોતને ભેટ્યા છે

(1:03 pm IST)