Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

અમદાવાદમાં 28 નવા માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન ઉમેરાયા: કુલ 253 માઈક્રો કન્ટેેમેન્ટ ઝોન થયા

જોધપુર અને બોડકદેવના 3 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરાયા

અમદાવાદ :શહેરમાં કોરોના બેકાબૂ બન્યો છે. અમદાવાદમાં એક જ દિવસમાં 613 કેસ નોંધાયા છે. એટલે જ શહેરમાં વધુ 28 નવા માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન ઉમેરાયા છે. થલતેજ, બોપલ, જોધપુર અને બોડકદેવ માઈક્રો કન્ટેઈનમેન્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.

  અમદાવાદ શહેરમાં કોરોનાએ રફ્તાર પકડી છે. 228 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હતાં. ત્યારે શહેરમાં થલતેજ, બોપલ, જોધપુર, બોડકદેવ સહિતના વિસ્તારોમાં 28 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે, જ્યારે જોધપુર અને બોડકદેવના 3 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરાયા છે ત્યારે 253 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે

(10:59 am IST)