Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

રાજ્યના સરકારી કર્મચારીઓને કાર્ડ સ્વાઇપ કરવામાંથી મુક્તિ: કોરોના સંક્રમણ ફેલાતું રોકવા GADનો હુક્મ

સૂચનાઓનો અમલ તા. 30મી એપ્રિલ 2021 સુધી લંબાવવાનો નિર્ણય

 

અમદાવાદ : કોરોના મહામારીના કારણે સંક્રમણ ફેલાતું અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા જરૂરી તમામ સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યાં છે. ત્યાં સુધી કે સરકારી કર્મચારીઓ દ્વારા હાજરી પુરાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતાં કાર્ડ સ્વાઇપમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે. આ હુક્મનો અમલ 30મી એપ્રિલ સુધી લંબાવવાની સૂચના જારી કરવામાં આવી છે

ગાંધીનગર સ્થિત સચિવાલયના દરેક વિભાગોમાં સેનેટાઇઝ કરવામાં આવ્યા છે. તેની સાથોસાથ કર્મચારીઓને તાકીદે રસીકરણ કરવા માટે પણ મુખ્યમંત્રી દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આજે (શુક્રવાર) રાજયના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સચિવાલયમાં ફરજ બજાવતાં તમામ કર્મચારીઓની હાજરી ડીજીટલાઇઝેશન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે કર્મચારીઓએ કાર્ડ સ્વાઇપ કરવું પડે છે. પરંતુ તાજેતરના સમયમાં સમગ્ર રાજયમાં કોવિડ 19 મહામારીના કેસોને ધ્યાનમાં રાખીને સંક્રમણ ફેલાતું અટકાવવા માટેના તકેદારીના પગલાંરૂપે સચિવાલયના અધિકારીઓ, કર્મચારીઓને પ્રવેશ માટેના (હાજરી માટેની) ઇલેક્ટ્રોનીકસ કાર્ડને સ્વાઇપ કરવામાંથી મુક્તિ આપવા બાબતે તા.23મી એપ્રિલના 2020ના પરિપત્રથી આપેલી સૂચનાઓનો અમલ તા. 30મી એપ્રિલ 2021 સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી દાયકાઓ પહેલાં દરેક કર્મચારીઓ ચોપડાંમાં હાજરી પુરતાં હતા. ત્યારબાદ ટેકનોલોજી વિકસતાં બાયોમેટ્રીક સીસ્ટમ અમલમાં આવી હતી. જેમ જેમ ટેકનોલોજી વિકસતી ગઇ તેમ તેમ તેમાં સુધારો આવતો ગયો છે. આજે (શુક્રવારે) કાર્ડ સ્વાઇપ કરવાની ટેકનોલોજી અમલમાં આવી છે. આ સીસ્ટમનો પણ ઘણાં લોકો દુરપયોગ કરતાં હતા. મતલબ કે અન્ય કર્મચારીને કાર્ડ સ્વાઇપ કરવા આપી દેતાં હોવાની ફરિયાદોને ધ્યાનમાં લઇને અમૂક કોર્પોરેટ કંપનીઓએ ફેશ રીડર બાયોમેટ્રીક સીસ્ટમ અમલમાં મૂકી દીધી છે. જેમાં વ્યક્તિનો ચહેરો ફેશ રીડર બાયોમેટ્રિક સીસ્ટમમાં ફીટ કરી દેવામાં આવે છે. મશીન સામે વ્યક્તિ ઊભો રહેતાં જ તેની હાજરી પુરાય છે. તેનાથી દુરપયોગ અથવા કંપની સાથેની છેતરપીંડીની સમસ્યાનો પણ નિકાલ આવી ગયો છે. જેથી આજે મોટાભાગની કોર્પોરેટ કંપનીઓએ આવા ફેશ રીડર બાયોમેટ્રીક સીસ્ટમ ધરાવતાં મશીનો જ ફીટ કરાવી દીધાં છે.

(12:47 am IST)