Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

બોડેલીના નાના અમાદરા ગામે રસીકરણ કાર્યક્રમ દરમિયાન શાળાની છત તૂટી પડતા 7 લોકો દટાયા

છત ફાઈબરની હોવાથી કોઈને જાનહાની થઇ નથી.: મોટી દુર્ઘટના સર્જાતા અટકી

બોડેલી તાલુકાના ગાધીનગર ગામે શાળા ના ઓરડા મા ચાલી રહેલા કોરોના ની રસી મુકવાના રસીકરણ કાર્યક્રમ દરમિયાન ઉપર થી છત તુટી પડતા સાત જણ દબાઇ ગયા હતા જોકે છત ફાઇબર ની હોવાથી બે ને સામાન્ય ઇજાઓ થવા પામી હતી.

બોડેલી તાલુકાના નાના અમાદરા પાસેના ગાંધીનગર પ્રાથમિક શાળામાં કોરોના રસીકરણનો રાખવામાં આવેલ કેમ્પ દરમિયાન ચાલુ વેક્સીનેસને એક ઓરડાની છત તૂટી પડતા ૭ લાભાર્થીઓ સહીત કોરોના વોરિયર્સ દબાઈ ગયા હતા.જો કે ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવતા તાત્કાલિક તમામને બહાર કાઢવામાં આવ્યા હતા.જો કે છત ફાઈબરની હોવાથી કોઈને જાનહાની થઇ નથી.

આ ઓરડામાં ધોરણ ૫ થી ૭ ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કોરોના મહામારીમાં છેલ્લા એક વર્ષથી શાળાઓમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કામગીરી બંધ હોવાથી આ જ ઓરડામાં કોઈ વિદ્યાર્થીઓ આવતા ન હોવાથી મોટી દુર્ઘટના સર્જાતા અટકી છે. ઓરડા ની છત તુટી પડતા થોડા સમય માટે રસીકરણ બંધ કરવામાં આવ્યું હતુ બાદ મા નજીક ની આંગણવાડી મા બધી સામગ્રી લઇ જઇ રસીકરણ ની કામગીરી શરુ કરી દેવામા આવી હતી.

(12:40 am IST)