Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

અમદાવાદમાં આયશા આપઘાત કેસમાં ધરપકડ કરાયેલ પતિ આરીફખાનની સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ

અમદાવાદની 23 વર્ષીય યુવતી આયશા મકરાણીને આપઘાત માટે દુસ્પ્રેરણ કેસમાં ધરપકડ કરાયેલા તેના પતિ – આરીફ ખાન દ્વારા અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી છે

ફરિયાદ પક્ષ તરફથી રજુઆત કરવામાં આવી છે કે જો આરીફના જામીન મંજુર કરવામાં આવશે તો ગુજરાત છોડીને ભાગી જશે. આ કેસમાં હજી ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી નથી. નોંધનીય છે કે આ કેસમાં 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા ત્યારબાદ પોલીસ દ્વારા વધુ રિમાન્ડ ન મંગવામાં આવતા મેટ્રો કોર્ટ દ્વારા આરોપીને જ્યૂડિશિયલ કસ્ટડી મોકલવામાં આવ્યો હતો. Ayesha Case

અગાઉ આયેશાના વકીલ તરફથી જણાવવામાં આવ્યું હતું કે આયેશાના પિતાને તેમના ઘરેથી પત્ર મળી આવ્યો છે, જેમાં આયેશાએ તેના પતિને ઉદ્દેશીને લખ્યું હતું કે આરીફ તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. મારો આસિફ સાથે કોઈ સબંધ ન હતો તેમ છતાં મારું નામ જોડવામાં આવ્યું છે. ચાર દિવસ સુધી આયેશાને ખાવવાનું આપવામાં આવ્યું ન હોવાનો પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીનો ફોન કબ્જે કરી લીધો છે.નોંધનીય છે કે ગુજરાત પોલીસ દ્વારા આરોપી પતિની રાજસ્થાનના પાલીથી ધરપકડ કરવામાં આવી હતી

આ કેસમાં એવા આક્ષેઓ કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આયેશાના સાસરિયા તેના ચરિત્ર પર શંકા કરતા હતા. અમદાવાદની વટવા વિસ્તારની રહેવાસી આયેશાએ 25મી ફેબ્રુઆરીના રોજ સાબરમતી નદીમાં પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આ આપઘાતની ઘટના પહેલા તેને એક વિડીયો બનાવ્યો હતો જેમાં લગ્ન બાદ પતિ દ્વારા કરવામાં આવતી હેરાનગતિની વાત કરી હતી. આ વીડિયોના વાઇરલ થયા બાદ તેના પતિ આરીફ ખાન સામે આપઘાત માટે દુસ્પ્રેરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

(8:59 am IST)