Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

રાજપીપળા સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફે ડેડીયાપાડા તાલુકાના ગામોની બહેનો વિસ્તૃત જાણકારી આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા સંચાલિત "સખી" વન સ્ટોપ સેન્ટર,રાજપીપળા દ્વારા ડેડીયાપાડા ના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા આયોજીત મહિલા ઉધોગ સાહસિકતા વિકાસ તાલીમ માં ડેડીયાપાડા તાલુકાના વિવિધ ગામો ની બહેનો તાલીમ લઈ રહેલ હોય આ બહેનોને સ્ટાફ ના કર્મચારી કેન્દ્ર સંચાલક દિપીકા ચૌધરી જ્યોતિ વાઘમરે દ્વારા "સખી" વન સ્ટોપ સેન્ટરની કામગીરી બાબતેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં KVK ના HOD પી.ડી.વર્મા, EDI ના કોર્ડીનેટર ફેયઝલ મહેતર ઉપસ્થિત રહ્યા હતા.
 

(10:55 pm IST)