Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ઝરવાણી ગામના વળાંકમાં 52.800ના વિદેશી દારૂ અને ગાડી સહિતનો મુદામાલ ઝડપી પાડતી ગરડેશ્વર પોલીસ: આરોપીઓ ફરાર

(ભરત શાહ દ્વારા ) રાજપીપળા :  અગામી હોળી ધૂળેટીનો તહેવાર આવતો હોય જે શાંતી પૂર્ણ રીતે યોજાય તે હેતુથી લીટસ્ટેડ બુટલેગરની પ્રવૃતી પર વોચ રાખી વધુને વધુ પ્રોહીબિશનના કેસો શોધી કાઢવા હિમકર સિંહ પોલીસ અધીક્ષક નર્મદાની સુચના તેમજ ના.પો. અધિ.વાણી દુધાત નાઓની દોરવણી હેઠળ પ્રોહી / જુગારની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આધારે સર્કલ પોલીસ ઇન્સ. ડી.બી.શુક્લના સુપરવિઝન હેઠળ આજરોજ એ.એસ. વસાવા પોલીસ સબ ઇન્સ તથા પોલીસ ટિમ ઝરવાણી ગામના વળાંક પાસે નાકાબંધીમાં હતા તે દરમ્યાન સામેથી એક ફોર વ્હીલ કાર દૂરથી આવતા પોલીસને જોઇ સદરી કારમાં બેસેલ બે ઇસમો આગળના દરવાજા ખોલી કુદી પડેલ અને કાર છુટ્ટ મુકી દેતા રોડની બાજુમાં આવેલ કોતરમાં નાખી દઈ કારના માલિક શંભુનાથ સોહનલાલ અગ્રાહારી તથા કારના ચાલક જેના નામઠામની ખબર નથી જેઓ નાશી ગયેલ હોય જેઓ પોતાના અંગ કબજાની કાર નંબર GJ - 05 - CB - 8820 માં પરપ્રાંતીય ઇગ્લીશ દારૂના તથા બીયર તથા કારની કિ.રૂ .૩૦૦૦૦૦ મળી કુલ્લે રૂ .૩,૫૨,૮૦૦ નો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુધ્ધ પ્રોહી.નો ગુનો દાખલ કરવામાં આવેલ છે

(10:50 pm IST)