Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

પ્રતાપનગર ગામના ખેડૂતના ખેતરમાંથી રૂ.3500 ની કિંમતની સોલાર પ્લેટ અને બેટરીની ચોરી થતા ફરિયાદ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામની સીમમાં આવેલા ખેતર માંથી સોલાર પ્લેટ તથા બેટરીની ચોરી થતા ખેડૂતે આમલેથા પો.સ્ટે.માં ફરીયાદ નોંધાવી છે.
  પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા માં રહેતાં મૂળ પ્રતાપનગર ના હસમુખભાઈ રહેમસિંગ ભાઈ વસાવા ની ફરિયાદ મુજબ તેમના પ્રતાપનગર ખાતે આવેલા ખેતરમાં ભૂંડો પાકને નુકશાન ન કરે તે માટે તેમણે ખેતર ફરતે તારની વાડ કરી કરંટ માટે ઝટકા મશીન ગોઠવ્યું છે જે સોલાર થી ચાલતું હોય ત્યાં સોલાર પ્લેટ અને ચાર્જ કરવા બેટરી એક પેટીમાં મૂકી હતી કોઇ અજાણ્યા ચોર તેમના ખેતર માંથી સોલાર પ્લેટ તથા બેટરી મળી કુલ રૂ.3500 ની ચોરી કરી જતા હસમુખભાઈ એ ફરિયાદ કરતા આમલેથા પોલીસે અજાણ્યા ચોરો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:39 pm IST)