Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કોરોના સામે લડત : અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા 51 લાખની પ્રધાનમંત્રી રાહત ફંડમાં સહાય

મંદિર દ્વારા દરરોજ બપોરે તેમજ સાંજે 5000 ફૂડ પેકેટનું મનપા મારફત વિતરણ

અમદાવાદ : કોરોના વાયરસના કેહરને કારણે દેશભરમાં લોકડાઉનના પગલે ગરીબોની હાલત કફોડી બની છે તેઓની મદદ કરવા અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે અને સહાયનો ધોધ સતત વહી રહ્યો છે ત્યારે કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રધાનમંત્રી રાહત ફંડમાં 51 લાખનો ચેક અર્પણ કરાયો છે.

કોરોના વાયરસ મહામારીના કારણે આપણા દેશ ઉપર મોટી આફત આવી છે અને ગુજરાતમાં પણ કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યા છે ત્યારે ગરીબો અને શ્રમજીવીઓની વ્હારે સેવાભાવી અને ધાર્મિક સંસ્થાઓ આવી છે. સ્વામિનારાયણ મંદિર કાલુપુર અમદાવાદ દ્વારા સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. એક તરફ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીના મુખ્ય મહારાજ આચાર્ય તેજેન્દ્ર પ્રસાદજી અને આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ કાલુપુર સ્વામિનારાયણ મંદિર તરફથી 51 લાખનો ચેક પ્રધાનમંત્રી રાહત ફંડમાં અર્પણ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા દરરોજ બપોરે તેમજ સાંજે 5000 ફૂડ પેકેટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માધ્યમથી રોજ કમાતાં રોજ ખાતા શ્રમજીવી ગરીબ પરિવારને પહોંચાડવામાં આવે છે. આ ફૂડ પેકેટ તૈયાર કરવામાં મંદિરના સ્વામી, મહંતો અને હરીભક્તો કામે લાગ્યા છે.

કાલુપુર સ્વામિનારાયણ મંદિરની જેમ શહેરના નિકોલમાં આવેલ ખોડિયાર માતાજી મંદિર પ્રશાસન દ્વારા 1 લાખ 51 હજારનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવ્યો છે અને ગરીબ પરિવારોને ભોજન મળી રહે તે હેતુથી ચા, ખાંડ અને અનાજની જીવન જરૂરીયાત ની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું

(11:05 pm IST)