Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

રાજયમાં ગાજવીજ અને કરા સાથે ભારે વરસાદ ખાબક્યો

બાયડમાં એક ઇંચથી વધુ વરસાદ ખાબકયો : અમદાવાદ, સુરત, અરવલ્લી, છોટા ઉદેપુર સહિત અનેક પંથકોમાં ધોધમાર વરસાદ : છોટા ઉદેપુર ખાતે કરા પડયા

અમદાવાદ,તા. ૨૭ગુજરાતના જુદા જુદા ભાગોમાં વરસાદી માહોલ હજુ પણ યથાવતરીતે જારી છે. મધ્યપાકિસ્તાન પર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ જોવા મળી રહી છે જેના કારણે વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ પણ આંશિક વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. હજુ હળવો વરસાદ જારી રહી શકે છે જેમાં અમદાવાદ અને ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે. હવામાન વિભાગ તરફથી કોઇ ચેતવણી જારી કરાઈ નથી પરંતુ બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહી શકે છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૯. અને મહત્તમ તાપમાન ૩૦. ડિગ્રી રહ્યું હતું.કોરોનાના કહેર વચ્ચે પણ આજે પણ રાજયમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં ભારે ગાજવીજ, વીજળીના કડાકા  અને ભડાકા તેમ તોફાની પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો હતો.

        ખાસ કરીને અમદાવાદ, સુરત, અરવલ્લી, છોટા ઉદેપુર, સૌરાષ્ટ્ર  સહિતના અનેક પંથકોમાં ગઇકાલ રાતથી આજે સમગ્ર દિવસ દરમ્યાન ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. બાયડમાં તો, એક ઇંચથી વધુ વરસાદ ખાબકતાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઇ ગયા હતા. તો, વળી છોટા ઉદેપુર સહિતના અનેક પંથકોમાં તો કરા સાથે ભારે વરસાદ પડયો હતો. બીજીબાજુ, હવામાન વિભાગ દ્વારા હજુ પણ તા.૨૭ થી ૩૧ માર્ચ દરમ્યાન ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. બીજીબાજુ, છેલ્લા બે દિવસના ભારે કમોસમી વરસાદને લઇ ખેડૂતોને ઘઉં, જીરૂ, કપાસ, તલ, મકાઇ સહિતના પાકોને બહુ વ્યાપક અને મોટું નુકસાન થયું છે,

        જેને લઇ ખેડૂૂતોની હાલત હાલ કફોડી બની રહી છે. રાજયમાં એકબાજુ, કોરોનાનું સંકટ ઘેરુ બનતુ જાય છે ત્યારે બીજીબાજુ, રાજયના હવામાન અને વાતાવરણમાં નોંધપાત્ર પલ્ટો આવતાં ઘણાખરા વિસ્તારોમાં ભારે ગાજવીજ અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો હતો. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિતના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠાનો માર ચાલુ રહ્યો હતો. ગઇકાલે રાત્રે અમદાવાદ શહેરમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે જોરદાર ધોધમાર વરસાદ નોંધાયો હતો. જેના કારણે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આજે અરવલ્લી જિલ્લામાં શામળાજી, મોડાસા, મેઘરજ, માલપુર, શામળાજી, બાયડ સહિતના અનેક પંથકોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો.

        બાયડમાં તો એક ઇઁચથી વધુ વરસાદ ખાબકતાં ઠેર-ઠેર વરસાદી પાણી ફરી વળ્યા હતા. પ્રકારે પંચમહાલના ગોધરા, હાલોલ, કાલોલ, મોરવા સહિતના પંથકોમાં પણ કમોસમી વરસાદ પડતાં લોકો આશ્ચર્યમાં મૂકાયા હતા. તો, સુરતમાં કોસંબા, કોદરા, કીમ સહિતના અનેક પંથકોમાં કમોસમી વરસાદ અને માવઠાનો માર નોંધાયો હતો. તો, છોટા ઉદેપુર, નસવાડી અને બોડેલીમાં કરરા સાથે જોરદાર વરસાદ પડતાં ખેડૂતોના પાકને ગંભીર નુકસાન પહોંચ્યુુ હતું.

ક્યા કેટલું તાપમાન.....

અમદાવાદ, તા.૨૭અમદાવાદ સહિત રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં આજે મહત્તમ તાપમાન નીચે મુજબ રહ્યું હતું.

વિસ્તાર

મહત્તમ તાપમાન

અમદાવાદ

૩૦.

ડિસા

૩૨

ગાંધીનગર

૩૧.

વીવીનગર

-

વડોદરા

૩૦.

સુરત

૩૨.

અમરેલી

૩૪

ભાવનગર

૩૦.

રાજકોટ

૩૩.

નલિયા

૩૧.

પોરબંદર

૩૪

સુરેન્દ્રનગર

૩૩.

મહુવા

૩૨.

કેશોદ

૩૩.

ભુજ

૩૨.

કંડલા એરપોર્ટ

૩૨.

કંડલા પોર્ટ

૩૨.

વેરાવળ

૩૩.

(9:47 pm IST)