Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

રાજપીપળા રજપૂત ફળીયા યુવાનો દ્વારા બીજા દિવસે પણ ફૂડપેકેટનું વિતરણ: લોકડાઉન સુધી અલગ -અલગ વિસ્તારોમાં વિતરણ કરાશે

રજપૂત ફળિયાના સેવાભાવી અને ઉત્સાહી યુવાનોએ લોકડાઉન જેવા સમયે ગરીબોની વ્હારે ઉભા રહી સાચી સેવા શરૂ કરી

(ભરત શાહ દ્વારા)-રાજપીપળા : હાલ કોરોના મહામારીના સમયે જ્યારે નર્મદા જિલ્લામાં પણ લોકડાઉન છે તેવા સંજોગોમાં ગરીબ લાચાર મજૂરીકામ કરતા પરિવારો કફોડી હાલતમાં હોય રાજપીપળાની કેટલીક સેવાભાવી સંસ્થાઓ પણ ગરીબો માટે જરૂરી વસ્તુ પહોંચાડે જ છે છતાં સેવાકીય ભાવના ધરાવતા રજપુત ફળિયાના યુવાનો હંમેશા આવી સ્થિતિમાં સેવાકાર્ય માટે વ્યવસ્થા કરી એવા પરિવારોની વ્હારે મદદે પહોંચે છે જે ખરેખર આવી સ્થિતિમાં લાચાર છે અને બે ટંક ભોજન પણ કરી નથી શકતા ત્યારે સતત બે દિવસથી રજપૂત ફળિયાના જાગૃત યુવા કાર્યકર કુલદીપસિંહ ગોહિલ સાથે હેમેન્દ્ર મંગરોલા, રાજદીપસિંહ, કિશન,ધીરેન, વિશ્વજીત,મયુર,શૈલેન્દ્રસિંહ, અભિરા, મહાવીર સહિતના અન્ય યુવા મિત્રો સેવાકાર્ય કરી રહ્યાં હોય આજે બીજા દિવસે રાજપીપળા નરસિંહ ટેકરી ખાતે રહેતા પરિવારોના ઘરે ઘરે જઈ ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું

 

          આ બાબતે કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું કે અમારું યુવા મંડળ બે દિવસ થી ફૂડ પેકેટ નું વિતરણ કરે છે અને જ્યાં સુધી લોકડાઉન ની સ્થિતિ દૂર નહિ થયા ત્યાં સુધી અલગ અલગ વિસ્તારો માં અમે આ સેવકાર્ય કરીશું.આવા સમયે ગરીબોની સામે જોઈ તેમને સહકાર આપવો એ અમારા મંડળનો સિદ્ધાંત છે.

(9:27 pm IST)
  • ગુજરાતના ગોધરા, વડોદરા, અમદાવાદ, દાહોદ, સુરત, રાજકોટ, મોરબી, જામનગર, જૂનાગઢ, કચ્છ, પોરબંદરમાં સીઆરપીએફ તૈનાત : કોરોના સંદર્ભે દેશભરમાં લોકડાઉન જાહેર કર્યુ છે, તેમ છતાં કેટલાક શહેરોમાં લોકો ગંભીરતા સમજ્યા વગર ચાલુ દિવસોની માફક સામુહિક રીતે ખરીદીમાં નિકળી પડે છે. એટલુ જ નહિં જે ડીસ્ટન્સ રાખવુ જોઈએ તેવું (એક મીટર) કરતાં નથી. પોલીસ સાથે ઉગ્ર દલીલો કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં કર્ફયુ વગર લોકોને કંટ્રોલ કરવા અર્ધ લશ્કરી દળો તૈનાત કરવાનો રાજયના પોલીસ વડાએ નિર્ણય કર્યો છે. પ્રાપ્ત થતા નિર્દેશો મુજબ વડોદરામાં વણસી જતી પરીસ્થિતિને કન્ટ્રોલ કરવા પોલીસ કમિશ્નરશ્રી ગેહલોતે પોલીસ - સ્થાનિકો વચ્ચેનો સંઘર્ષ અટકાવવા માટે રેપીડ એકશન ફોર્સની એક ટુકડી તૈનાત કરાયાનું બહાર આવ્યુ છે. access_time 4:16 pm IST

  • સચિને વીડીયો દ્વારા આપ્યો સંદેશ : ડોકટરો અને સરકાર જ કોરોનાથી કે બચી શકાય તે સારી રીતે જાણે છેઃ તેમની ઈલાજ સાથે જોડાયેલ દરેક સલાહનું પાલન કરવું જરૂરી છે access_time 4:17 pm IST

  • NEET ૩ મે એ યોજાશે કે પછી પોસ્ટપોન્ડ થશે ? મુંઝવણ : મેડીકલમાં પ્રવેશ માટે યોજાતી NEET (નીટ) આગામી ૩ મે, ૨૦૨૦ના રોજ યોજવાનું NTA (નેશનલ ટેસ્ટીંગ એજન્સી) દ્વારા નકકી કરાયેલ છે. પરંતુ આજે તેના એડમીટ કાર્ડ ડાઉનલોડ થતા ન હોય, વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાઇ ગયા છે. કોરોના તથા લોકડાઉનને કારણે નીટની પરીક્ષા ૩મે,૨૦૨૦ના રોજ લેવાશે કે મોડી જશે તે બાબતની જાહેરાત કેન્દ્ર સરકારના એચ.આર.ડી મીનીસ્ટ્રી તરફથી વહેલીતકે થાય તેવુ લાખો વિદ્યાર્થીઓ ઇચ્છી રહયા છે. access_time 3:28 pm IST