Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ખંભાતના અક્બરપુરામાં પત્નીએ પૈસા આપવાની ના ક્હેતા પતિએ ઢોર માર મારતા પોલીસ ફરિયાદ

ખંભાત :શહેરના અકબરપુર મદાનગર ખાતે રહેતી હુરબાનુ ગનીભાઈ વ્હોરા ગોળી-બીસ્કીટનું કેબિન ચલાવીને જીવન ગુજરાન ચલાવે છે. તેમના પતિ ગનીભાઈ ઈબ્રાહીમભાઈ વ્હોરા કોઈ કામધંધો કરતા નથી અને ફર્યા કરે છે.

ગઈકાલે સવારના સુમારે હુરબાનુ કેબિન પર બેઠા હતા ત્યારે સાડા આઠેક વાગ્યાના સુમારે પતિ ગનીભાઈ ઈબ્રાહીમભાઈ વ્હોરા આવી ચઢ્યો હતો અને તેણી પાસે પૈસાની માંગણી કરી હતી. જો કે પૈસા આપવાની ના પાડતાં ગનીભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને નાક ઉપર મુક્કો મારીને તેને ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે હુરબાનુએ ખંભાત શહેર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી

 

(6:03 pm IST)