Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

વડોદરા:લગ્ન કેન્સલ થતા યુવક પાસેથી પૈસા સહીત મોબાઈલ લેવા ગયેલ યુવતી પર યુવકે પરિવારના સભ્યો સાથે મળી જીવલેણ હુમલો કરાવતા પોલીસ ફરિયાદ

વડોદરા:રજિસ્ટ્રેશનના એક દિવસ પહેલા લગ્ન કેન્સલ થયા બાદ યુવાનને આપેલા એક લાખ રૃપિયા તેમજ મોબાઇલ લેવા ગયેલી યુવતીને યુવાન તેમજ તેના ભાઇ અને માતાએ માર મારી બાલ્કનીમાંથી ફેકી દેવાની ધમકી આપી છેડતી કરતા નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૃ કરી છે.

વારસિયા વિસ્તારમાં આવેલી સંતકંવર કોલોનીમાં રહેતી પુજા મોહનલાલ દલવાણી ગોત્રી વિસ્તારમાં આવેલા કોલ સેન્ટરમાં સિનિયર ટેકનિકલ રિક્રુટર તરીકે ફરજ બજાવે છે. એક વર્ષ પહેલા ભાયલીમાં બ્રાઇટ સ્કૂલની પાસે સિઝન્સ એપાર્ટમેન્ટમાં રહેતા રવિ હસમુખભાઇ પટેલ સાથે સગાઇ થયા બાદ બંને સાથે ફરતા હતાં. આ સમયે પુજાએ રવિને પોકેટ મની તરીકે રૃા.૨ લાખ અને એક મોબાઇલ આપ્યો હતો. બંનેના તા.૧૫ ફેબુ્રઆરીના રોજ કોર્ટ મેરેજ થવાના હતા જો કે તેના બે દિવસ અગાઉ બંને વચ્ચે ઝઘડો થતા મેરેજ કેન્સલ થયું હતું.

(5:57 pm IST)